Tharad માં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉમટ્યા લોકો, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

November 26, 2025

Tharad : ગુજરાતમાં હાલ પોલીસ અને જીગ્નેશ મેવાણી વચ્ચે જાણે વોર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલા જીગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં જ ઉભા રહી અને જાહેરમાં જ પોલીસ કર્મચારીઓ પર નિવેદન આપી દીધું હતું. અને તેના જ કારણે પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અને ત્યારબાદ હવે DGP વિકાસ સહાયે જાહેર મંચ પરથી નામ લીધા વિના જીગ્નેશ મેવાણીને આડકતરી રીતે જવાબ આપ્યો હતો. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જીગ્નેશ મેવાની સરકાર અને DGPને સવાલો કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે થરાદમાં હવે મોટી સંખ્યામાં લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં મેદાને ઉતર્યા છે.

થરાદમાં આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. અને જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત પણ જોડાયા હતા. જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી થરાદ ચાર રસ્તાથી કલેકટર કચેરી લઇ જવામાં આવી હતી. જિગ્નેશ મેવાણીના સમર્થનમા લોકોએ જય ભીમના નારા લગાવ્યા હતા. સાથે જ જીગ્નેશભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથના નારા લાગ્યા હતા. કલેકટર કચેરીમાં જીલ્લા કલેક્ટરને ડ્રગ અને દારૂની બદી બંધ કરાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોJignesh Mevani ના DGPને સણસણતા સવાલ, સંવિધાન દિવસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કર્યા પ્રહાર

Read More

Trending Video