TET-TAT candidates Protests: ગુજરાત સરકારે (Gujarat Goverment) કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની (Gyan sahayak) ભરતી શરૂ કરી છે. જેના કારણે ટેટ ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા સરકાર તરફથી ઉમેદવારોને 15 જુન સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની બાહેધરી આપવામા આવી હતી. જો આ તારીખ બાદ પણ ભરતી અંગે કોઈ જાહેરત નહીં કરવામા આવતા ઉમેદવારોએ પહેલા શિક્ષણમંત્રીને (Education Minister ) રજુઆત કરી હતી પરંતું તેમને રજૂઆતને સાંભળવામાં આવી ન હતી જેથી આજે ટેટ ટાટ પાસ ઉમેદાવારો મોટી સંખ્યામાં ગાંધીનગરમાં એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે (Police) ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. તેમજ પોલીસ દ્વારા ઉમેદવારો સાથે જે પ્રકારનું વર્તન કરવામા આવ્યુ હતુ ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રતિક્રિયા આપી છે. જેમાં શક્તિસિંહે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જે પણ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે તેમને છોડી મુકવામા આવે અને કાયમી ભરતી કરવાા આવે તેવી માંગ કરી છે.
ટેટ ટાટ ઉમેદવારોના આંદોલન વિશે શક્તિસિંહે શું કહ્યું ?
શક્તિસિંહે કહ્યુ કે, ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી ભરતી થાય તેના માટે આંદોલન કરી રહ્યા છે. લોકસાહિ વ્યવસ્થામાં માંગણી કરવાનો, રેલી કાઢવાનો, અને શાંતિપૂર્ણરીતે આંદોલન કરવાનો બંધારણીય અધિકાર છે. મને દુ ખ થાય છે. ગુજરાતના યુવાઓ જેમને ટેટ ટાટ પરીક્ષા પાસ કરી છે અને કાયમી શિક્ષકોની ભરતી થાય તેની માંગ કરી રહ્યા છે. સામે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યા ખાલી છે.કોઈ જ્ઞાન સહાયકથી ન તો શિક્ષકને સંતોષ મળે કે નતો ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળે. ઉમેદવારો વ્યાજબી માંગણી કરી રહ્યા છે.
ઉમેદવારો સાથેના વર્તનને લઈને વ્યક્ત કર્યો રોષ
ચૂંટણી પહેલા મતો લેવાના હતા એટલે વાતો કરી હતી કે, 15 જુન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. પરંતુ 15 જુનના બદલે આજે 18 જુનવ થઈ તો યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા. આ ઉમેદવારો કોઈ આતંકવાદી નથી. આ ધોમધકતા તાપમાં દિકરીઓ પણ આવી હતી. તેમની સાથે કેવી રીતે વર્તાવ કરવામા આવ્યો છે?. મેં કેટલાક વીડિયો જોયા. મને કેટલાક સાથીઓના ફોન પણ આવ્યા કે, અમને ઉઠાવી ઉઠાવીને ડિટેઈન કર્યા છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ અમારા ફોન આંચી દેવામા આવ્યા છે. અને બેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામા આવી રહ્યો છે.
શક્તિસિંહે કરી આ બે માંગ
હું ગુજરાતના મુખ્યમંત્રીને વિનતી કરીશ કે, આ પ્રકારને આપના રાજમાં આ ચાલતુ હોય તો આ વાજબી નથી. તમે તાત્કાલિક સુચના આપો કે જે પણ પોલીસ સ્ટેશનમાં જે યુવાનોને ગોંધી રાખ્યા છે તેમને તાત્કાલિક પોલીસ છોડી દે.મારી બીજી માંગણી છે કે તેમની સાથે સંવાદ કરો, સાહેબ લોકશાહિમાં સંઘર્ષ ન હોય , પ્રશ્ન રજુ કરવા આવે તેની સાથે સરકારે સંવાદ કરવાનો હોય.
કોંગ્રેસની સરકારમાં આંદોલનકારીઓ સાથે સંવાદ કરતા : શક્તિસિંહ
વધુંમાં તેમણે કહ્યું કે, ભુતકાળનો ઈતિહાસ જોજો, કોંગ્રેસની સરકારમાં હુ પણ મંત્રી હતો આંદોલનકારીઓ સાથે સંઘર્ષ નહીં હમેશા સંવાદ કર્યો છે. સચિવાલયના મુખ સુધી આંદોલન કારીઓને આવવા દેવામા આવતા હતા. આ સાથે છાયડો અને પાણીની વ્યવસ્થા પણ સરકાર કરી આપતી હતી. આજે ગાંધીનગરમાં શું કરવામા આવે છે ગાંધીનગરમાં ઉમેદવારોને પેસવા નહીં દેવાના, કોઈ આંદોલનકારી આવે તો જાણે આતંકવાદી આવ્યો હોય તેમ તેને ડિટેઈન કરીને લઈ જાય. તેના મોબાઈલ આંચકી લેવામા આવના આ શું લોકસાહિમાં વાજબી છે ? હુ સરકારને વિનંતી કરુ છુ કે આપ જરુર આ અંગે વિચારણા કરો. અને ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદારોની વાજબી માંગણી છે માટે તમે ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરો. જ્યારે આટલી બધી ખાલી જગ્યાઓ છે તો કોન્ટ્રાન્ટ ભરતી શા માટે ?
આ પણ વાંચો : Gandhinagar: TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવેલા જિગ્નેશ મેવાણીની અટકાયત, ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ