TET TAT Candidate Protest: શિક્ષક દિનના દિવસે ભાવી શિક્ષકોનું ઉગ્ર આંદોલન, વિરોધ કરી રહેલા ઉમેદવારોની કરાઈ અટકાયત

September 5, 2024

TET TAT Candidate Protest: એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિવસની (Teacher’s Day ) ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ ટેટ ટાટ ઉમેદવારો (TET TAT Candidate) કાયમી ભરતીની માંગ સાથે ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. મહત્વનું છે કે, સરકાર ઉમેદવારોના આંદોલન બાદ મૌખિક જાહેરાત તો કરી દેછે પરંતુ હજુ સુધી તેનું નોટિફિકેશન બહાર પાડવામા આવ્યું નથી જેથી ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે જેથી આજે ફરી એક વાર ટેટ ટાટ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામા આવી છે.

Sarita 1 2024 09 05T153240.543

શિક્ષક દિનના દિવસે ભાવી શિક્ષકોનું ઉગ્ર આંદોલન

મળતી માહિતી મુજબ ગાંધીનગર સચિવાલય બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડિટેઈન કરવામા આવ્યા હતા જે બાદ અન્ય ઉમેદવારો ચ-3 અંને ઘ-3 સર્કલ પર પહોંચીને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયકની જાહેર કરેલ ભરતીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી સત્વરે ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.

ટેટ ટાટ ઉમેદવારોની શું છે માંગ ?

ઉમેદવારોની માંગ છે કે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવેલી 24700 જગ્યાઓની ભરતી કેલેન્ડર મુજબ 1 સપ્ટેમ્બર 2024ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી શરૂ થવાની હતી. પરંતુ આજરોજ તારીખ 5 સપ્ટેમ્બર 2024 (શિક્ષક દિન) થયેલ હોવા છતાં હજુ સુધી આ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તો વાત દૂર પણ તેનું જાહેરનામું સુદ્ધાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. અને ટેટ અને ટાટની પરીક્ષા ઘણા લાંબા સમય બાદ 2023માં યોજવામાં આવી હતી પરંતુ હજુ સુધી ભરતી શરૂ થઈ નથી. ત્યારે નિયત કરેલ તારીખ મુજબ ચોક્કસ સમયે ભરતી પ્રક્રિયા શરૂ ન થવાને કારણે ઘણા ઉમેદવારોની ઊપલી વય મર્યાદા પૂરી થઈ જશે. આમ તેઓને લાયકાત ધરાવતા હોવા છતાં નોકરીથી વંચિત રહેવું પડશે. આથી નિયત કરેલ તારીખે ભરતી પ્રક્રિયા શરૂ થવી ખૂબ જ જરૂરી છે.ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવારોસરકારદ્વારા જાહેરાત કરવામાં આવેલી 24700માંની વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક (તમામ વિષય અને તમામ માધ્યમ)ની ભરતીનું મહેકમ મુજબ જગ્યા વધારી તબક્કાવાર તારીખ સાથેનું જાહેરનામું સત્વરે પ્રસિદ્ધ કરી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આ સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં HMAT આચાર્યની 1200 તથા જૂના શિક્ષકોની 4000 જગ્યાઓની ભરતીને કારણે ખાલી પડેલી જગ્યાઓનો શિક્ષણ સહાયકોની 7500ની ભરતીમાં થઈ શકે એટલો વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot: હદ થઈ ગઈ ! કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં કટકી કરી પોતાના ખિસ્સા ભર્યા

Read More

Trending Video