Terrif : ભારત પર 25% ટેરિફ હવે એક અઠવાડિયા માટે મુલતવી, અમેરિકાએ 69 દેશોની ટેરિફ યાદી જાહેર કરી

August 1, 2025

Terrif : ભારત પર 1 ઓગસ્ટથી લાદવામાં આવનાર 25 ટકા ટેરિફ હવે 7 ઓગસ્ટથી લાગુ થશે. એટલે કે, ઘણા દિવસો માટે રાહત છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે, જેના હેઠળ યુએસ 69 દેશો અને 27-સભ્ય યુરોપિયન યુનિયન (EU) પર આયાત ટેરિફ લાદશે. આ આદેશ ગુરુવારે મોડી રાત્રે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો અને 7 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. જે દેશોના નામ આ યાદીમાં નથી તેમના પર 10 ટકાનો ડિફોલ્ટ ટેરિફ (Terrif) દર લાગુ પડશે. સમાચાર અનુસાર, ટ્રમ્પની પહેલ “પારસ્પરિક” વેપાર સંબંધોને મજબૂત બનાવવાની તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે. ઘણા દેશોના ટેરિફ દરમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક દેશોએ છેલ્લી ઘડીના કરારોને કારણે ભારે ટેરિફ ટાળ્યા છે.

આ કારણોસર તારીખ લંબાવવામાં આવી

વ્હાઇટ હાઉસે શુક્રવાર સુધી સમયમર્યાદા નક્કી કરી હતી, જેના કારણે ઘણા દેશો પર છેલ્લી ઘડીના કરાર કરવા અથવા કડક ટેરિફ (Terrif)નો સામનો કરવા દબાણ અનુભવાયું હતું. વરિષ્ઠ વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા ટેરિફ શેડ્યૂલને વધુ સારી રીતે સમાયોજિત કરવા માટે 7 ઓગસ્ટ સુધી ટેરિફ ન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌથી વધુ ટેરિફ દર મેળવનારા દેશોમાં સીરિયા (41%), સ્વિટ્ઝર્લૅન્ડ (39%), લાઓસ અને મ્યાનમાર (40%), ઇરાક અને સર્બિયા (35%), અને લિબિયા અને અલ્જેરિયા (30%)નો સમાવેશ થાય છે. બીજી બાજુ, તાઇવાન, ભારત અને વિયેતનામ જેવા દેશો પર 20 થી 25 ટકા વચ્ચેના ટેરિફ દર લાદવામાં આવશે.

આ નવા આદેશની વૈશ્વિક વેપાર પર ઊંડી અસર પડી શકે છે, કારણ કે અમેરિકા તેના વેપાર ભાગીદારો સાથે વધુ ન્યાયી અને ફાયદાકારક કરારો કરવા માંગે છે. અગાઉ પણ અમેરિકાએ વિવિધ દેશો સાથેના વેપાર વિવાદોને કારણે ટેરિફમાં વધારો કર્યો હતો, અને આ પગલું તે નીતિઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોTelangana: 40 વર્ષીય શિક્ષિકાને 8મા ધોરણના વિદ્યાર્થી સાથે થયો પ્રેમ, લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Read More

Trending Video