OMG…રૂંવાડા ઉભા કરતો વીડિયો વાયરલ, Telanganaમાં સ્કુલ બસ પલટી જતા 10 વિદ્યાર્થીઓ ઘાયલ

August 7, 2024

Telangana: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં બુધવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટના દરમિયાન એક સ્કૂલ બસની હેન્ડબ્રેક ફેલ થતાં ઓછામાં ઓછા દસ બાળકોને ઈજા થઈ હતી. પાયોનિયર કન્સેપ્ટ સ્કૂલથી પરત ફરી રહેલી બસ ઢોળાવવાળા રોડ પર ઉભી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બસ પલટી જવાની સમગ્ર ઘટના કેદ કરવામાં આવી છે.

પ્રારંભિક અહેવાલો અનુસાર, બસ ડ્રાઇવરે ઢોળાવ પર બસને રોકવા માટે હેન્ડબ્રેકનો ઉપયોગ કર્યો હતો, પરંતુ બ્રેક નિષ્ફળ ગઈ હતી. જેના કારણે બસ પાછળની તરફ વળી હતી અને રોડ પર ઉભેલા અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આખરે બસ પલટી ગઈ, જેમાં કેટલાય બાળકોને ઈજા થઈ. ઈજાગ્રસ્ત બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે બસ ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી છે.

Telangana ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે બસની હાલત અત્યંત ખતરનાક હતી અને ડ્રાઈવરે બસને રોકવા માટે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પોલીસે ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ સાથે બસની પરમિશન અને તેની ટેક્નિકલ કન્ડિશનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: મંદિર તોડ્યા…હિંદુઓને શોધી-શોધીને માર્યા, CM યોગીની Bangladesh પર પ્રતિક્રિયા

Read More

Trending Video