Asia Cup 2023 IND vs SL : પાકિસ્તાન પછી હવે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટકરાવવાની છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની છે. આ વખતે ભારત સામે શ્રીલંકાની ટીમ છે. જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે તે પ્રેમદાસા સ્ટેડિયમ શ્રીલંકાનું હોમ ગ્રાઉન્ડ પણ છે. સાથે જ શ્રીલંકા ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ગઈ મેચની જેમ આ વખતે પણ વરસાદ વિઘ્ન ના બને તે ખુબ મહત્વનું રહેશે.
મેચમાં વિઘ્ન આવવાની શક્તા ઓછી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોલંબોમાં ભારત-શ્રીલંકા મેચના દિવસે વરસાદ પડી શકે છે પણ તેની સંભાવના રહેશે કે મેચ રમી શકાશે. વરસાદના કારણે ઓવરો ઘટી શકે છે. કોલંબોના સ્થાનિક સમય અનુસાર સવારે 10
થી 12 સુધી વાદળછાયું વાતાવરણ રહેશે પણ વરસાદ નહી પડે હવામાન સાફ રહેશે.
મધ્યમ વરસાદની આશંકા
બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી વરસાદની આશંકા છે. આ દરમિયાન સૌથી વધારે વરસાદ 4 વાગ્યા આસપાસ છે. જોકે સારી વાત એ છે કે સાંજે 6 થી 9 વાગ્યા સુધી હવામાન સાફ રહેશ. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. જે પછી 10 વાગ્યા પછી ફરીથી વરસાદની આશંકા રહેશે. આ વરસાદ મધ્યમ રહેશે.