આગામી 5મી ઓક્ટોબરના રોજ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની શરૂઆત થવાની છે. ભારત 8મી ઓક્ટોબરે પહેલી મેચ રમવાનું છે. ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતવાની દાવેદાર ટીમ માનવામાં આવે છે. પરંતુ ભારત માટે ખિતાબ હાંસલ કરવો કપરા ચઢાણ છે. વર્લ્ડ કપની પાંચ એવી ટીમો છે જેની સામે ભારતનો રેકોર્ડ ખુબ જ ખરાબ છે.
વર્લ્ડ કપમાં એવી પાંચ ટીમો છે જેની સામે ભારતનો રેકોર્ડ ખુબ જ ખરાબ છે. વર્લ્ડ કપમાં પાંચ એવી ટીમો છે જેના સામે ટીમ ઈન્ડિયાએ વધારે મેચ ગુમાવી છે અથવા તો તેની સામે ભારતનો રેકોર્ડ ખુબ ખરાબ છે.
ઈંગ્લેન્ડ
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 4 મેચ ગુમાવી છે જ્યારે 3 માં તેને જીત મળી છે. વર્ષ 2011 માં બંને ટીમો વચ્ચે એક વર્લ્ડ કપ મેચ ટાઈ થઈ હતી. આ વખતે પણ ઈંગ્લેન્ડની ટીમ મજબૂત છે અને તેણે પાછલો વર્લ્ડ કપ જીત્યો પણ છે.
ઓસ્ટ્રેલિયા
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનીટ ટીમ સામે પણ ભારતનો રેકોર્ ખરાબ છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતે ચાર જ મેચ જીતી છે જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 8 વખત વર્લ્ડકપની મેચોમાં ભારતને પરાજય આપ્યો છે.
ન્યૂઝિલેન્ડ
ન્યીઝિલેન્ડની ટીમ પણ ભારત પર ભારે પડી શકે છે. ન્યૂઝિલેન્ડે વર્લ્ડકપમાં ભારતને પાંચ મેચોમાં હરાવ્યું છે અને ત્રણ મેચમાં ન્યૂઝિલેન્ડ હાર્યં છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
સાઉથ આફ્રિકા
આફ્રિકાએ પણ ભારતને ભારતને વર્લ્ડ કપની ત્રણ મેચોમાં હરાવ્યું છે. ભારતીય ટીમ 2 જ મેચ જીતી છે.
શ્રીલંકા
વર્લ્ડ કપમાં શ્રીલંકા અને ભારત વચ્ચે પણ જબરદસ્ત ટક્કર થવાની છે. શ્રીલંકાએ ભારતને ચાર મેચોમાં પરાજય આપ્યો છે અને ચારમાં લંકાને હાર મળી છે એટલે કે ભારત અને શ્રીલંકા વચ્ચે બરોબરની ટક્કર થવાની છે.
અન્ય ટીમો સામે ભારતનું પ્રદર્શન
- ભારત બાંગ્લાદેશ સામે 3 મેચ જીતી છે અને 1 હારી છે.
- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે માત્ર એક જ વર્લ્ડ કપ મેચ રમાઈ છે, જે ભારતે જીતી છે.
- ભારતે નેધરલેન્ડ સામેની તેની બંને વર્લ્ડ કપ મેચો જીતી લીધી છે.
- વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 7 મેચ રમાઈ છે અને ભારતે તમામ મેચ જીતી છે.