વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જે બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ છે. આવી સ્થિતિમાં ઇશાન કિશન અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરી શકે છે.
શુભમન ગિલને ડેન્ગ્યુ થયો
સૂત્રોના જણાવ્યા મુજબ, ગિલનો ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તેથી તે કેટલીક મેચો રમી શકશે નહીં. ચેન્નાઈ પહોંચ્યા બાદથી શુભમનને ખૂબ જ તાવ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. આજે તેનો ટેસ્ટ કરવામાં આવશે અને શરૂઆતની મેચમાં તેની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે.તેને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં સામાન્ય રીતે 7-10 દિવસ લાગી શકે છે. જો તેને સામાન્ય વાયરલ તાવ હોય, તો તે એન્ટિબાયોટિક્સ લઈ શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે તબીબી ટીમનો નિર્ણય છે.
વર્લ્ડ કપની પહેલી મેચ રમવા પર શંકા
ટીમ મેનેજમેન્ટ શુક્રવારે કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટ્સમેનની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેશે.જો કે પાકિસ્તાન સાથેની મેચ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે.
ભારત માટે ગિલનું સ્વસ્થ થવું જરુરી
શુભમન ગિલ તાજેતરના સમયમાં ODIમાં ભારતનો સૌથી શાનદાર બેટ્સમેન છે. તેણે ODI ક્રિકેટમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે, જેમાં બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. જો ભારતે વર્લ્ડ કપ જીતવો હોય તો તેમાં ગિલની ભૂમિકા ઘણી મહત્વની રહેશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ તેના માટે જલ્દીથી જલ્દી ફિટ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.