Teachers Recruitment : એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ ટેટ ટાટના ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ગાંધીનગરમાં આજે શિક્ષક ભરતીની માંગને લઈને ઉમેદવારોએ આજે રેલી કાઢી ઉગ્ર આંદોલન કર્યું હતું. અને ઉમેદવારનો આ રોષ જોઇને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ટેટ ટાટ ભરતીને લઇને એક નિવેદન આપ્યું છે. અને ટૂંક સમયમાં ભરતી થશે તેવું કહ્યું હતું.
Kuber Dindor એ ટેટ ટાટની ભરતીને લઈને આપ્યું મોટું નિવેદન#KuberDindor #Gujarat #TetTatBharti #TetTatProtest #teachersday2024 #Nirbhaynews pic.twitter.com/bo68ijJ29O
— Nirbhaynews (@nirbhaynews1) September 5, 2024
ગુજરાતમાં શિક્ષક ભરતીના ઉમેદવારોનો આ રોષ જોઇને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે આ ભરતીની જાહેરાત તો કરી પણ આ ભરતી કયારે થશે તે જાણકારી આપી નથી. કુબેર સાહેબ તમે દર વખતે ભરતીની જાહેરાત તો કરી દો છો પર તે ભરતી કયારે થશે તેની કોઇ જાણકારી કે સમય આપતા નથી.. આજે જે ઉમેદવારો તમારી સરકાર સામે રોષ દેખાડી રહ્યા છે.. તે તમારી પાસે આ ભરતીની જાહેરાતનો દેખાવ નહીં પરતું ભરતી થાય તેની પાકી તારીખ માગે છે. તમે પર પોતાના સાથી નેતાઓની જેમ દેખાડો કરવા માટે મિડિયા સામે આવી જાવ છો. અને ભરતીના આંકડા જાહેર કરીને ભરતી કરીશું તેવા આ ટેટ ટાટના ઉમેદવારોને સપના તો દેખાડો છો પરતું સવાલ એ છે કે તમારી આ ભરતી થશે કયારે તેની તારીખ તો આપો. કે પછી ખાલી મામલો થાળે પડી જાય માટે મિડિયા સામે આવીને આવા નિવેદન આપો છો. ગુજરાતમાં કેટલી જગ્યાએ શિક્ષકો માટે જગ્યા ખાલી છે તેની જાણકારી તો આ ઉમેદવારોને પણ છે પરંતુ તમે તે જગ્યા માટે કયારે ભરતી કરશો તે માગ સાથે ઉમેદવારો આજે રોડ પર આવ્યા છે. ત્યારે ક્યારે આ ભરતી થશે અને ઉમેદવારોનું આંદોલન શાંત પડશે તે જોવાનું રહ્યું.