Teachers Recruitment : ગુજરાતમાં ક્યાં કેટલા કોમ્પ્યુટર શિક્ષકોની ઘટ્ટ ? સરકાર ક્યારે કરશે કોમ્પ્યુટર શિક્ષકોની કાયમી ભરતી ?

July 10, 2024

Teachers Recruitment : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી TET અને TATના ઉમેદવારો કાયમી ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે મોડે મોડે જાગીને આ ઉમેદવારોને લોલીપોપ આપી અને 24,700 ઉમેદવારોની ભરતીની જાહેરાત કરી છે પરંતુ આ ભરતી (Teachers Recruitment)માં ક્યાંય કોમ્યુટર, વ્યાયમ કે ચિત્રના શિક્ષકોની ભરતીની વાત કરવામાં નથી આવી. તેને લઈને આ ઉમેદવારો હજી પણ આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ક્યાં કેટલી શાળામાં કેટલા કોમ્પ્યુટર શિક્ષકોની જરૂર છે તે આ અહેવાલમાં જોઈએ….

એક તરફ રાજ્ય સરકાર ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક સગવડો સાથે સ્કૂલો શરૂ કરી રહી છે. પરંતુ આ આધુનિક સ્કૂલોમાં કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવા માટે સરકાર જરાય રસ ધરાવતી નથી. ત્યારે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ICT@School યોજના હેઠળ 5970 શાળાઓમાં અત્યાધુનિક સગવડ અને સુવિધાઓથી સજ્જ કમ્પ્યૂટર પ્રયોગશાળાઓ હાલમાં કાર્યરત છે, જે પૈકી “રાજ્યમાં ગુજરાતની કુલ 2525 શાળાઓ છ(6) કે તેથી વધુ વર્ગો ધરાવે છે.”

હાલમાં ગુજરાત સરકારની પ્રવર્તમાન નીતિ નિયમોની જોગવાઈ મુજબ રાજ્યની છ(6) વર્ગ કે તેથી વધુ વર્ગ ધરાવતી શાળાઓમાં ફરજિયાત પણે કમ્પ્યૂટર શિક્ષકની જગ્યા હોવી જોઈએ. વર્ષ 2011 થી 2024 સુધીના 13 વર્ષમાં કમ્પ્યૂટર શિક્ષકની ગુજરાતની છ વર્ગ રાવતી કુલ ૨૫૨૫ શાળાઓની ખાલી પડેલ જગ્યાઓ સામે ફક્ત સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં મળીને કુલ 104 જગ્યા ઉપર જ ભરતી કરવામાં આવી છે. ત્યારબાદ આશરે બે લાખ જેટલા કમ્પ્યૂટર શાળાઓને આપી નવી કમ્પ્યૂટર લેબ વિકસાવવા માં આવી છે , પરંતુ કમ્પ્યૂટર વિષય શિક્ષકના અભાવે તે ધૂળ ખાઈ રહી છે. ગુજરાત રાજ્ય સરકાર કેબિનેટ તથા મહેકમ વિભાગ દ્વારા 1000 કમ્પ્યૂટર શિક્ષકની જગ્યાને મંજૂરી આપવામાં આવેલ છે. જે મંજૂર 1000 જગ્યા ઉપર ભરતી કરવાની પણ બાકી છે.

અત્યારના ડિજિટલ યુગમાં સરકાર દ્વારા બધી જ કામગીરી ઓનલાઈન થઈ રહી છે જેમાં કમ્પ્યૂટર વિષય શિક્ષક સ્કૂલ ની બધી જ કામગીરીમાં મદદરૂપ થઇ શકે છે. ઘણી શાળાઓમાં ક્લાર્કની નિમણૂક પણ થઈ નથી ત્યાં પણ કમ્પ્યૂટર શિક્ષક મદદરૂપ થઈ શકે છે. જો કમ્પ્યૂટર વિષય શિક્ષક ની કામગીરીના કલાક પૂર્ણ થતા ન હોય ત્યાં દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા કમ્પ્યૂટર શિક્ષક બીજા વિષય ભણાવી શકે એવા સક્ષમ છે.

અત્યારે જે ગુજરાત સરકાર 7500 શિક્ષકોની કાયમી ભરતી ટાટ-1 અને ટાટ-2 માં કરવા જઈ રહ્યા છે. તેમાં દરેક શાળા કે જ્યાં કમ્પ્યૂટર લેબ છે એમાં ફરજીયાત એક કમ્પ્યૂટર શિક્ષક આપવામાં આવે, જે શાળા છ(6) વર્ગો ધરાવે કે તેથી વધુ વર્ગો ધરાવે છે તેમાં ફરજીયાત કમ્પ્યૂટર શિક્ષકો આપવામાં આવે. બાળકોના ભાવિ અને સર્વાંગી વિકાસ માટે આ વિષય ગૌણ નહિ મુખ્ય વિષય છે જેના પાઠ્યપુસ્તક પણ ઉપલબ્ધ છે.અભ્યાસક્રમની રચના કરનારનો અભિપ્રાય પણ લ્યો કે ખરેખર CCC પાસ કર્મચારી આ કરી શક્શે ? Ubantu જેવી OS ભણાવી શકવા સક્ષમ છે?
ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી સરકાર બાળકોને ડિજિટલ અને ટેકનિકલ શિક્ષણ મળી શકે તે માટે સત્વરે કોમ્પ્યુટર શિક્ષકની જાહેરાત કરે.

આ પણ વાંચોVadodara : વડોદરામાંથી હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ, SOG એ બે આરોપીને ઝડપી પાડયા

Read More

Trending Video