Teacher Recruitment : ગાંધીનગર (Gandhinagar)માં ગઈકાલે TET TAT પાસ ઉમેદવારોએ મૉટેપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજારો ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા અને કાયમી ભરતી (Teacher Recruitment)ની માંગ સાથે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં તે વિદ્યાર્થીઓ સાથે આતંકવાદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું હતું. આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. ત્યાં સુધી કે મહિલાઓ સાથે પણ આટલી હદે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. હવે આજે અચાનક સરકાર સફાળી જાગી છે અને મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) નવી 7500 શિક્ષકોની ભરતી (Teacher Recruitment)ની જાહેરાત કરી છે.
90 હજાર ઉમેદવારો સામે માત્ર 7500 શિક્ષકોની જ ભરતી ?
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં શિક્ષકોની ભરતી (Teacher Recruitment)ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લેવાયેલ નિર્ણય બાબતે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી (Teacher Recruitment) કરવામાં આવશે.
TetTat ના ઉમેદવારો માટે સરકારે લીધો મોટો નિર્ણય, કરશે 7500 શિક્ષકોની ભરતી#rushikeshpatel #tettatexamgujarat #tettatexam #teachers #nirbhaynews pic.twitter.com/X4WwVER4Cq
— Nirbhaynews (@nirbhaynews1) June 19, 2024
વધુમાં તેમને જણાવ્યું કે, રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ઘો- 9 અને ઘો-10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી (Teacher Recruitment) કરવામાં આવશે.
જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી (Teacher Recruitment) કરાશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara : વડોદરામાં પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, કોર્પોરેટર આશિષ જોશીની ધારદાર રજૂઆત