અમદાવાદના (Ahmedabad) ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતાએ ગઈ કાલે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. આ અરજીનો આજે રાજ્ય સરકાર પક્ષ તરફથી જોરદાર વિરોધ કરવામા આવ્યો હતો.
તથ્યની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ
ઈસ્કોન બ્રિજ અકસ્માતની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે દલિલ કરી હતી ક, તથ્યએ સર્જેલા અતકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમાનો એક પીડિત જય ભાઇલાલભાઇ ચૌહાણ નામનો 21 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકની સારવાર માટે 28 લાખ રુપિયા ખર્ચા બાદ પણ તે કોમામાંથી બહાર આવ્યો નથી.
પરિવાર સારવાર કરાવવામાં અસક્ષમ
આ યુવકની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ પરિવાર પાસે સારવારના ખર્ચને પહોંચી વળે તેમ ન હોવાથી પરિવારજનો ઘરે લઇ ગયા હતા. યુવકના પિતાએ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેમની પાસે હવે તેમના પુત્રની સારવાર કરાવવાના પૈસા નથી. પુત્રને ઘેર જ લાચારીભરી અવસ્થામાં જોઇ પરિવારજનો પણ આઘાતમાં જ છે.
કોર્ટની સંવેદનશીલતા
આ દલિલો સાંભળીને કોર્ટે પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી હતી. અને જયને તાત્કાલિક સિવિલમાં તમામ સારવાર પૂરી પાડવા આદેશ કર્યો હતો.