Tathya Patel Bail : અમદાવાદ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના જામીન મંજુર, જાણો કેટલા દિવસ માટે આવશે બહાર

August 23, 2024

Tathya Patel Bail : અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માતથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ જ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને લઈને હવે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના 1 વર્ષ બાદ જામીન મંજુર કરવામાં આવ્યા છે. તથ્ય પટેલને 1 દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા છે. એટલે કે માત્ર એક જ દિવસ માટે તથ્ય બહાર આવી શકશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ધરપકડ બાદ આજે એક વર્ષે તેના માત્ર 1 દિવસના જામીન મંજુર (Tathya Patel Bail) થયા છે. દાદાની મરણક્રિયાનાં કારણોસર જામીન અરજી કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલનાં જામીન ગ્રાહ્ય રાખ્યા છે.

Read More

Trending Video