Rain

Image

Bhavnagar : રાજ્યમાં ભરઉનાળે માવઠાની આગાહી, ભાવનગરમાં ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે એન્ટ્રી

Bhavnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં સતત 4 દિવસથી તાપમાન 43 ડિગ્રી છે. હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે. તેના પગલે જ આજે ભાવનગરમાં અચાનક વરસાદનું […]

Image

Weather Update: દિલ્હીમાં ઠંડી… યુપી-બિહારમાં કાળઝાળ ગરમી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થતાં જ ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ગરમી દેખાવા લાગી છે. આ રાજ્યોમાં મહત્તમ તાપમાન વધીને 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોને કારણે દિલ્હીમાં વાતાવરણ સારું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે દિલ્હી […]

Image

ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું : મંત્રી મુકેશ પટેલ

Surat: ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દ.ગુજરાતમાં (South Gujarat) થાય છે.ત્યારે આવનાર દિવસોમાં રાજ્ય સરકાર (government) ખેડૂતો પોતાની કુલ જમીનના 50 ટકામાં જ ડાંગરનું વાવેતર કરી શકે તેની તૈયારી કરી રહી છે. આ અંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે (Mukesh Patel) નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યુ છે કે, 1 કિલો ડાંગર […]

Image

Delhi-NCRમાં ફરી વરસાદની શક્યતા; હવામાન પર IMDનું મોટું અપડેટ

Delhi: ફેબ્રુઆરી મહિનામાં રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યા છે. વધતા તાપમાનને કારણે ઉનાળાની ઋતુ આવી ગઈ છે. દિલ્હી એનસીઆરના લોકો ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીના હવામાનમાં ફેરફારની શક્યતા છે. જ્યારે IMDએ 5 […]

Image

Delhi: અનેક રાજ્યોમાં ઠંડીથી ઠુંઠવાયા લોકો… વરસાદથી વધશે મુશ્કેલીઓ

Delhi: દેશના વિવિધ ભાગોમાં તીવ્ર ઠંડીએ દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં તાપમાન માઈનસ પર પહોંચી ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મોજુ યથાવત છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીની આ અસર આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે […]

Image

ગુજરાતમાં ઠંડીની સાથે માવઠાની શક્યતા! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Ambalal Patel Prediction: રાજ્યમાં ધીમે ધીમે શિયાળો (Winter) જામી રહ્યો છે. વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ફુલ ગુલાબી ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્યભાગથી દિવસ દરમિયાન ઠંડી વધવા લાગતી હોય છે. પરંતુ આ વખતે ઠંડીનું પ્રમાણ નવેમ્બરમાં ખુબ ઓછુ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ […]

Image

Amreli માં વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Amreli: ગુજરાતમાં વરસાદનો (Gujarat Rain) વધુ એક રાઉન્ડ શરુ થયો છે. ત્યારે આ વરસાદને કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયુ છે ત્યારે હવે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા(Kaushik Vekaria) આ મામલે મેદાને આવ્યા છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાની અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે કમોસમી વરસાદને […]

Image

Bhavnagar: તમિલનાડુના 29 યાત્રાળુઓ ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ, દેવદૂત બની પહોંચી NDRF

Bhavnagar: ગુજરાતમાં  વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો  છે. આ વરસાદને કારણે ગત રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભાવનગરના કોલીયાદ પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં29  મુસાફરો હતા જેમનો […]

Image

Mumbaiમાં ભારે વરસાદથી લોકલ ટ્રેનોને લાગી બ્રેક, અનેક ફલાઈટ્સ ડાયવર્ટ

Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. વરસાદે લોકલ ટ્રેનોને બ્રેક મારી દીધી છે. ભારે વરસાદ અને વિદ્યા વિહાર અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન લોકલ લાઈનો પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેન સેવા બંધ કરવી પડી હતી. ભાંડુપ નાહુર ડાઉન લોકલ લાઇન પર પણ ભારે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો […]

Image

Surendranagar: સર્વેના નામે માત્ર નાટક! વળતર નહીં મળતા ખેડૂતો સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

Surendranagar: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો હતો. વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક લોકોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને (farmers) થયું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું.ત્યારે તાજેતરમાં […]

Image

Delhiની હવામાંથી ઝેર ગાયબ! ભારે વરસાદને કારણે NCR શ્વાસ લેવા યોગ્ય બન્યુ, વર્ષનો સૌથી ઓછો AQI નોંધાયો

Delhi NCR AQI: ભારે વરસાદ અને ભારે પવને એકવાર દિલ્હી-NCRમાં હવા સારી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો અને છેલ્લા બે દિવસ દરમિયાન દિલ્હીમાં એટલો વરસાદ પડ્યો કે NCRના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. શુક્રવારે (13 સપ્ટેમ્બર) દિલ્હીની હવાની ગુણવત્તા ઘટીને 52 થઈ ગઈ હતી, જે આ સિઝનની સૌથી ઓછી છે. […]

Image

Amreli: ….પોતાને નેતા માનતા રાજકીય વ્યક્તિઓ માટે ખતરાની ઘંટડી સમાન, પોતાના જ પક્ષના નેતાના ટ્વિટથી ભાજપમાં ખળભળાટ

Amreli: બીજેપી નેતા ભરત કાનાબાર (Dr. Bharat Kanabar) પોતાની સરકારની સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ સોશિયલ મીડિયા પર લખીને તંત્રના કાન આંમળતા હોય છે. અગાઉ ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. ત્યારે આજે ફરી એક વાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે ભાજપ નેતાએ પૂરની પરિસ્થિતિ બાદ લોકોમાં […]

Image

Ahmedabad: ‘રેનબસેરામાં રહેવાનું અને ફૂડ પેકેટ મળી જશે… ‘ સમસ્યા સાંભળવા આવેલા નેતાઓના જવાબ સાંભળી સ્થાનિકો બરાબરના ભડક્યાં

Ahmedabad: તાજેતરમાં વરસેલા વરસાદને કારણે ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કચ્છ- સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમા મેઘ કહેર જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ ભારે વરસાદ (heavy rain) વરસ્યો હતો જેના કારણે હજુ પણ ઘણા એવા મકાનો છે જ્યાં પાણી ઓસર્યા નથી. જેમાં નિકોલ-કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં […]

Image

Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

Bharuch Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે […]

Image

Junagadh : આપ નેતાની ચેતવણી પર દોડી આવેલા ધારાસભ્ય અને અધિકારીઓને ખેડૂતોએ તતડાવ્યા

Junagadh : ગુજરાત સરકાર  (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. […]

Image

Vadodara: મુખ્યમંત્રીની મુલાકાત વખતે સબ સલામત અને ગુડ વર્ક બતાવતા તંત્રએ પહેલા જ આટલી કાળજી રાખી હોત તો લોકોના રોષનો સામનો ના કરવો પડ્યો હોત..!

CM Bhependra Patel in Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને (Heavy rain) કારણે હાહાકાર મચી ગયો છે. પૂરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનો સંઘર્ષ ચાલુ છે, ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ વડોદરાની (Vadodara) થઈ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ (Vishwamitri River) રૌદ્ર સ્વરૂપ દાખવતા નદીની આસપાસના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ સાથે શહેરના […]

Image

સાવધાન! ભારે વરસાદ બાદ હવે Gujaratમાં વાવાઝોડું ત્રાટકશે

Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનો ખતરો છે. ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં ત્રાટકી શકે છે, જેની અસર 30 અને 31 ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે. આ દરમિયાન 65 થી 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે […]

Image

જામનગર પંથકમાં જળ પ્રલય ! અલગ અલગ જગ્યાએ ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

Jamnagar: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashra- kutchh) વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા , જામનગર (jamnagar), પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસરીયા છે. ત્યારે વરસાદે વિરામ લેતાં […]

Image

Vadodara: રોષે ભરાયેલી જનતાએ આપ્યો જાકારો ! અસરગ્રસ્ત વિસ્તારમાં દૂધ આપવા ગયેલા મેયર અને કોર્પોરેટરને સ્થાનિકોએ તગેડી મુક્યા

Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ વિનાશ વેર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી હાલ વડોદરાવાસીઓની હાલત કફોડી બની છે. […]

Image

હાલારને હલાવી દેતા મેઘરાજા … ! સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ, જામખંભાળિયામાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain : ગુજરાતમા (Gujarat) છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં પૂર (Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashra)  પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જામનગર (Jamnagar) શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં 15 […]

Image

Chhotaudepur : કુદરતી આફતે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી!છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન

Chhotaudepur :આખા ગુજરાતમાં ભારે વરસાદના (heavy Rain) કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ આ આફતે તંત્રને પોલ ખોલી નાખી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ભુવા પડવા , પુલ તુટવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે.જેથી તંત્રની […]

Image

Dwarka: આગામી 3 દિવસ દ્વારકામાં ભારે વરસાદને લઈ NDRF ટીમ તૈનાત

Dwarka: ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમોડમાં છે. ત્યારે દ્રારકામાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. એક તરફ રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આજે ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તા. 28 સુધીના દિવસોમાં ગમે ત્યારે […]

Image

Gujarat: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મુખ્ય સચિવ રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી

Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ […]

Image

વરસાદ દરમિયાન બિનજરૂરી ઘરથી બહાર ન નિકળવા Tapi કલેક્ટરે કરી અપીલ

Tapi: હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની કરાયેલી આગાહીને ધ્યાને લઈને તાપી જિલ્લા કલેકટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર આર. આર. બોરડે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર વ્યારાની મુલાકાત લઇને વર્ચ્યુઅલ માધ્યમથી સંબંધિત અઘિકારીઓ સાથે વરસાદના કારણે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિવાસી અધિક […]

Image

‘અગમચેતી એ જ સલામતી’, Banaskantha જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ, NDRFની ટીમ કરાઈ તૈનાત

Banaskantha: રાજ્યભરમાં વરસાદી માહોલ છે. જ્યારે ઠેર-ઠેર વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાકાંઠા જિલ્લા […]

Image

Gujarat રાજ્ય આપત્તિ વ્યવસ્થાપને જાહેર કરી માર્ગ દર્શિકા, વરસાદને કારણ પૂર જેવી પરિસ્થિતિને લઈ રાખવી આ સાવચેતી

Gujarat: રાજ્યભરમાં આજે મેઘાએ મજા મૂકી છે. ઠેર-ઠેર ભારે વરસાદને લઈને પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાઈ છે તો ઘણી જગ્યાએ ઘર અને વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જોકે, ભારે વરસાદના પગલે રાજ્યા સરકારે આવતી કાલે શાળાઓમાં રજાઓ જાહેર કરી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ […]

Image

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારો થયા પાણી પાણી

Ahmedabad : હવામાન વિભાગની આગાહી ( Meteorological Department forecast) મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં (Ahmedabad) સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ […]

Image

Amreli Rain: અમરેલીના ખાંભા અને ધારી પંથકમાં ઘોઘમાર વરસાદ, ધારીનો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો, 40 ગામો એલર્ટ

Amreli Rain: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ (meteorological department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. અમરેલીના ખાંભા અને […]

Image

Rajasthanમાં ભારે વરસાદથી હાહાકાર, 15 લોકોના મોત; શાળાઓમાં આપી રજા

Rajasthan: રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાજસ્થાનના અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અલગ-અલગ અકસ્માતોમાં 15 લોકોના મોત થયા છે. જયપુરના કનોટા ડેમમાં ડૂબી જવાથી પાંચ યુવકોના મોત થયા છે. ભરતપુર ડિવિઝનમાં ડૂબી જવાથી 7 લોકોના મોત થયા છે. સવાઈ માધોપુરના રાજનગરમાં રેગિંગ લટિયામાં એક યુવક વહી ગયો, જેની શોધખોળ […]

Image

Wayanadમાં મૃત્યુઆંક 308 પર પહોંચ્યો, કેરળમાં ભારે વરસાદનાં કારણે સ્કૂલો બંધ 

Wayanad: કેરળમાં ભારે વરસાદ બાદ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાયનાડમાં અગાઉ પણ વિનાશ સર્જાયો છે. અહીં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 308 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, થ્રિસુર, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં શાળાઓ, કોલેજો અને ટ્યુશન સેન્ટરો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે એટલે કે 2જી ઓગસ્ટે બંધ […]

Image

Junagadh : જૂનાગઢના ઘેડ પંથકમાં ભારે વરસાદથી સર્જાઈ તારાજી, પાક ખરાબ જતા ખેડૂતો પાલ આંબલીયા સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી

Junagadh : ગુજરાતમાં અત્યારે અતિવૃષ્ટીનો માર છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. જેમાં ઘેડ પંથકના ખેડૂતોની હાલત તો કફોડી છે. આ વિસ્તારમાં ન તો કૃષિમંત્રી જોવા આવ્યા છે કે ન તો કંઈ સર્વે કરવા. બસ ખાલી કાંઠે બેસી છબછબીયા કરે છે. અત્યારના આ આધુનિક યુગમાં ઘેડ (Ghed) વિસ્તાર 8 થી 10 દિવસ […]

Image

Amreli: બગસરામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, ખેડૂતોએ આવેદન આપી વળતરની કરી માંગ

Amreli: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં (Amreli) અવિરત મેઘમહેર (heavy Rain)  જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોને (farmers) ખુબ મોટુ નુકસાન થયું છે. અમરેલીના બગસરા (Bagsara)  તાલુકામાં ગત 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને (crops)  ભારે નુકસાન થયું છે આ સાથે જમીનનું ધોવાણ પણ થયું છે. ત્યારે બગસરાના ખેડૂતોએ જમીન ધોવાણ […]

Image

vadodara : ઇન્સ્યોરન્સ ઓફિસના AC માં બ્લાસ્ટ થતા 6 લોકો ઇજાગ્રસ્ત

vadodara : વડોદરાના (vadodara) મલ્હાર પોઇન્ટ (Malhar Point) પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ( Sriram Insurance Company) એસીમાં બ્લાસ્ટ (blast) થવાની ઘટના સામે આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં આજે સવાલે 11 વાગ્યા આસપાસ એરકંડિશનરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા […]

Image

Vadodara ના ભાયલીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં મગરે આરામ ફરમાવ્યો, ભારે જહેમતે મહાકાય મગરનું કરાયું રેસ્ક્યું

Vadodara: વડોદરામાં (Vadodara) ખાસ કરીને ચોમાસાની (monsoon) રૂતુમાં મગર (crocodiles) રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે ફરી એક વાર મહાકાય મગર શહેરના રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો હતો. વડોદરાના ભાયલી (Bhayli) વરસાદી પાણીમાંથી આશરે આઠ થી દશ ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો, આ જોતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. […]

Image

Surat : સુરતમાં કાદવમાં પગ ગંદા ન થાય તે માટે ડેપ્યુટી મેયર ઓફિસરના ખભા પર ચડી ગયા, ફોટા થયા વાયરલ

Surat : ગુજરાતમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આવી સ્થિતિમાં અહીંના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ડેપ્યુટી મેયર પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા નીકળ્યા હતા. આ સમય દરમિયાન, રસ્તામાં એક જગ્યાએ કાદવ હતો, જેને પાર કરવા માટે તેઓ બધા ફાયર ઓફિસરના ખભા પર લટકતા હતા. તેની આ […]

Image

Vadoara: વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા સાંસદ હેમાંગ જોષી બજેટ સત્ર અડધામાંથી છોડીને આવી પહોંચ્યા

Vadoara: વડોદરામાં ભારે વરસાદને (heavy Rain  in Vadoara) કારણે તારાજી સર્જાઈ છે.ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમજ જનજીન પણ અસરગ્રસ્ત થયું છે. ત્યારે વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોષી (MP Hemang Joshi) દિલ્હીમાં (Delhi) બજેટ સત્ર (budget session) અડધા માંથી છોડી વડોદરાની બે દિવસની મુલાકાત માટે આવી […]

Image

Jamnagar ની 53 સોસાયટીમાં ભર ચોમાસે પણ પાણી માટે પારાયણ, મનપા ક્યાં સુધી ચલાવશે ટેન્કર રાજ ?

Jamnagar : રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઉનાળાની (summer) સિઝનમાં પાણીની અછત સર્જાતી હોય છે. પરંતુ ભર ચોમાસામાં (monsoon) પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે તો તે મનપા (municipality) માટે શરમજનક બાબત કહેવાય. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી ( Jamnagar) સામે આવી છે. જામનગરમાં ટેન્કર રાજ જામનગરમાં ભર ચોમાસામાં પાણી માટે લોકો વલખા […]

Image

Borsad Heavy Rain : આણંદના બોરસદમાં આભ ફાટ્યું, એક સાથે 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા હાહાકાર મચી ગયો

Borsad Heavy Rain : રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને આજે સવારથી જ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર (Saurashtra), દક્ષિણ ગુજરાત (South Gujarat), મધ્ય ગુજરાત (Madhya Gujarat) સહીત ઉત્તર ગુજરાત (North Gujarat)માં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગનું વરસાદનું એલર્ટ સાચું […]

Image

Dwarka Rain :ભાણવડના વર્તુ 2 ડેમનાં 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારો એલર્ટ

Dwarka Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને (Saurashtra) ઘમરોળ્યું છે. ભારે વરસાદને પગલે ( heavy rains) સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ખાસ કરીને દ્વારકા (Dwarka) અને જામનગર (Junagadh) જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ (flood) સર્જાઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ મહેરને પગલે ભાણવડ નો વર્તુ-2 ડેમના ચાર દરવાજા એક ફૂટ […]

Image

Jamnagar Rain :ચાલુ વરસાદમાં રસ્તામાં સગર્ભા મહિલાની હાલત ગંભીર બનતા 108 ની ટીમે પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો

Jamnagar Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને (Saurashtra) ઘમરોળ્યું છે. ભારે વરસાદને ( heavy rains) પગલે જામનગરના (Jamnagar) અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ત્યારે જામ જોધપુરમાં (Jam Jodhpur) પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ત્યારે ચાલુ વરસાદમાં એક એક સર્ગભા મહિલાને (pregnant women) અસહ્ય દુખાવો ઉપડતા એમ્બ્યુલેન્સ બોલાવવામા આવી હતી ત્યારે મહિલા દર્દીને રસ્તામાં ડિલેવરી […]

Image

Jamangar rain : જામનગર જિલ્લાના કેટલા જળાશયો અને ડેમો થયા ઓવરફ્લો ?

Jamangar rain: હવામાન વિભાગની આગાહી( Meteorological Department forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra)  અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે જામનગર (Jamangar) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતા અહેવાલો […]

Image

Bihar : વીજળી પડવાથી માર્યા ગયેલા લોકો માટે 4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી

Bihar - બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સિવાન, સુપૌલ અને રોહતાસમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા 4 લોકોના શોકગ્રસ્ત પરિવારોને 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

Image

Amreli : બહાદુરી કે પછી મોત સામે ટક્કર! પાણીના ઘસમસતા પ્રવાહ વચ્ચે યુવકની મસ્તીનો વીડિયો વાયરલ

Amreli : ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત ગુજરાતને  (Gujarat) ધમરોડવાનું ચાલુ કર્યું છે. ત્યારે અમરેલીમાં (Amreli) ફરી એક વાર ભારે વરસાદ (heavy rain) ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અમરેલીની નદીઓમાં (river) નવા નીરની આવક થઈ છે. ત્યારે આ બધાની વચ્ચે લાઠીના (Lathi) શેખ પીપરીયામાં (Sheikh Piparia) પાણીના ઘસમસતા પ્રવાહ વચ્ચે યુવકનો […]

Image

Mumbai Rain : રેડ એલર્ટ- જળબંબાકાર વચ્ચે આજે શાળા-કોલેજો બંધ

Mumbai Rain - ભારે વરસાદને કારણે સોમવારે ભારતની આર્થિક રાજધાની મુંબઈ થંભી ગયું હતું અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવાર, જુલાઈ માટે મહારાષ્ટ્રની રાજધાની માટે 'રેડ' એલર્ટ જારી કર્યું હોવાથી દર જલદી ધોધમાર વરસાદથી કોઈ રાહત મળતી નથી.  

Image

Jamnagar: આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવાયો, જાણો કેવા સંકેત મળ્યા

Jamnagar: જામનગર (Jamnagar) નજીકના આમરા ગામમાં (Amra village)રોટલાથી વરસાદનો (Rain) વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા (old tradition) છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કૂવામાં (well) રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધી સંપન્ન થઇ હતી અને સારા ચોમાસાના (Monsoon)  એંધાણ […]

Image

Surendrnagar : સુરેન્દ્રનગર બન્યું ખાડાનગર ! આપ નેતાઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનું બેસણું યોજી નોંધાવ્યો વિરોધ

Surendrnagar : રાજ્યમાં ચોમાસું (Monsoon)બરાબરનું જામી રહ્યુ છે હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ ઠેર ઠેર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પ્રથમ વરસાદમાં જ પાલિકાની (Municipality)પ્રિ મોન્સુન કામગીરીની (Pre Monsoon Operations) પોલ ખુલી ગઈ છે. આપ નેતાઓએ મુખ્ય માર્ગો પર પડેલા ભુવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટીએ (AAP) અનોખો વિરોધ (protest) નોંધાવ્યો […]

Image

Surendrnagar: સામાન્ય વરસાદમાં જ 12 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો, ગ્રામજનોએ રજુઆત કરતા અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ

Surendrnagar:સુરેન્દ્રનગરમાં (Surendrnagar)સામાન્ય વરસાદમાં (Rain)જ 12 કલાક સુધી વીજ પુરવઠો (power supply) ખોરવાતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. ત્યારે 12 કલાક સુધી પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ગ્રામજનો વિજવિભાગની કચેરીએ (Office of Electricity Department)પહોંચ્યા હતા. અને આ મામલે જ્યારે રજુઆત કરી ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો જેના કારણે ગ્રામજનો વધારે રોષે ભરાયા છે. વીજ […]

Image

Morbi: મોટી દુર્ઘટના ટળી! વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટ્યો

Morbi: ચોમાસું (Monsoon)આવતા જ ભ્રષ્ટાચાર (Corruption)આચરીને બનેલા રોડ , રસ્તાઓ ધોવાઈ જવા તેમજ ભુવા પડવા અને પુલ તુડી પડવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીના હળવદમાંથી સામે આવી છે. જેમાં હળવદ – રાયસંગપર અને મયુરનગર ગામને જોડતા બેઠા પુલ ઉપરથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પુલ તુટી […]

Image

Vadodara માં ભુવા રાજ ! સત્તાધીશોની ઉંઘ ઉડાડવા માટે જુઓ યુવકે શું કર્યું…

Vadodara : વડોદરા (Vadodara) શહેરમાં ચોમાસાના (Monsoon) પહેલા વરસાદમાં (Rain) પાલિકાની (Municipality) પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી રહી છે. ત્યારે વડોદરામાં (Vadodara) વરસાદ વરસતા ભુવા પડવાનું રુ થયું છે. ભુવા પડવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે પરંતુ પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને ઉંઘતા હોય તેવું જોવા મળી રહ્યુ છે ત્યારે નવાયાર્ડ દીપ […]

Image

Junagadh:બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થતા છ દરવાજા ખોલાયા, નીચાણ વાળા વિસ્તારને કરાયા એલર્ટ

Junagadh: હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ( Saurashtra) મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જેના કારણે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જુનાગઢમાં (Junagadh) પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદને કારણે જુનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે […]

Image

kutchh : ભુજ બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા, પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી

kutchh : હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રરહી છે. ત્યારે આજે ભુજ (Bhuj) શહેરમાં પણ બપોર બાદ વરસાદ (Rain) વરસ્યો હતો. જો કે સામાન્ય વરસાદમાં બુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ બસ સ્ટેશન પાસે વરસાદી […]

Image

vadodara: શહેરમાં સામાન્ય વરસાદમાં જ ગરનાળાઓ થયા બંધ, જાણો આ મામલે કોર્પોરેટરે શું કહ્યું ?

vadodara:  વડોદરાના (vadodara) છાણી – બાજવા રોડ પર રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવાર જ્વર બંધ થઇ. વાહન વ્યવહાર બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. સામાન્ય વરસાદમાં જ ગરનાળું ભરાઈ જતા વોટર પંપ મૂકી પાણી ખાલી કરવાની માંગ ઉઠી. સામાન્ય વરસાદમાં જ ગરનાળાઓ થયા બંધ વડોદરા સહીત રાજ્યમાં ઠેર ઠેર મેઘગર્જના સાથે વરસાદ […]

Image

Surat માં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain : હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) પ્રમાણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં (Surat) ગઈ કાલ રાતથી ધોધમાર વરસાદ શરુ થયો છે. અનાધાર વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનરાધાર વરસાદથી સુરરતના હાલ બેહાલ થયા છે. ધોધમાર વરસાદથી સુરત જળબંબાકાર હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં […]

Image

Gujarat Weather : રાજયમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Weather : હવામાન વિભાગન (Meteorological Department) આગાહીને (prediction) પગલે રાજ્યમાં ઠેર વરસાદ (Rain)વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદની આગહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ખેડા, […]

Image

Surendrnagar : પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

Surendrnagar : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. હજુ તો આ વરસાદનો પહેલો રાઉન્ડ છે ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ પાલિકની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદને કારણે સોસાયટીઓમા પાણી ભરાઈ ગયા છે. આ સાથે રોડ રસ્તા પાણીની સુવિધાઓ પણ નથી જેના કારણે આજે સ્થાનિકોએ પાલિકા સામે વિરોધ […]

Image

Gujarat Rain : રાજ્યમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક રસ્તાઓ પર ભરાયા પાણી તો કયાંક NDRFની ટીમ તૈનાત

Gujarat Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર […]

Image

Surendrnagar: સામાન્ય વરસાદમાં જ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા, હોસ્પિટલની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ

Surendrnagar: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું (Monsoon) હવે સક્રિય થયું છે. જેની કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ સુરેન્દ્રનગરમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ બાદ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં (Main civil hospital) વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા સિવિલ […]

Image

Surendrnagar Rain :ચુડામાં એક જ રાત્રીમાં 4 ઈંચ વરસાદ, વાંસલ ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા

Gujarat Rain: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું (Monsoon) હવે સક્રિય થયું છે. જેની કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ સુરેન્દ્રનગરમાં (Surendrnagar ) પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. જેમાં ખાસ કરીને શહેરના ચુડામાં ( Chuda) એક જ રાત્રીમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં […]

Image

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાંચો અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખતી આગાહી

Ambalal Patel prediction : રાજ્યમાં ચોમાસાની (Monsoon) શરુઆત થતા ઠેર ઠેર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ચોમાસું કેવુ રેહશે તેને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું હતુ કે, આગામી બે-ત્રણ દિવસોમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર્ના ભાગોમાં ભારે […]

Image

chhotaudepur માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અવિરત વરસાદને કારણે નદીઓ છલકાઈ

chhotaudepur : ગુજરાતમાં સોમાસું (Monsoon) સક્રિય થતા ફરી એકવાર વરસાદી (Rain) માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં (chhotaudepur) ગત રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.  નદીઓમાં નવા નીર આવતા નદીઓમાં  […]

Image

Jamnagar: પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ, ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ, જુઓ વીડિયો

Jamnagar: રાજ્યમાં ચોમાસાની (Monsoon) શરુઆત થતા ઠેર ઠેર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે ગઈ કાલે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (prediction) મુજબ સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરરસ્યો હતો. ત્યારે જામનગરમાં વરસાદે ધબધબટી બોલાવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે જામનગર (Jamnagar) કાલાવડ (Kalawad) તાલુકાના મૂળીલા ગામનો પુલ તૂટતા સ્કૂલ બસ (school bus) […]

Image

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 78 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે

Gujarat Rain: રાજ્યમાં હવે ધીરે ધીરે ચોમાસું (Monsoon) જામી રહ્યુ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી (Rain) માહોલ જોવાી મળી રહ્યો છે. ગઈ કાલે ભારે ઉકળાટ અને બફારા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી . છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની […]

Image

Gujarat Rain : ગુજરાતમાં આજે 25 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ કેવો રહેશે ?

Gujarat Rain :ગુજરાતમાં (Gujarat) ચોમાસું (Monsoon) સક્રિય થતા અનેત વિસ્તારોમાં ધોધમાર વરસાદ (rain) વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા તાજેતરમાં વરસાદને લઈને મહત્વની આગાહી (Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આ સાથે જ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત […]

Image

Surendranagar: નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાક નિષ્ફળ, ખેડૂતોમાં રોષ

Surendranagar: રાજ્યમાં ચોમાસાની શરુઆત થતા અનેક વિસ્તારોમા વરસાદ (Rain) વરસી રહ્ય છે ત્યારે વરસાદ વરસતા ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદામાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નવા નીરની આવક દ્વારા સુરેનદ્રનગરમાં (Surendranagar) નર્મદાની કેનાલમાં (Narmada Canal) પાણી છોડવામા આવ્યુ હતુ. જો કે, કેનાલ ઓવર ફ્લો થતા ખેડૂતોના (Farmers) ખેતરો બેટમાં ફરવાયા છે.આમ તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને […]

Image

Surendranagar : સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે સોસાયટીઓમાં ભરાયા પાણી, મહિલાઓ નગરપાલિકા પહોંચી નોંધાવ્યો અનોખો વિરોધ

Surendranagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વરસવાનું શરુ કર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar)માં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. થોડો વરસાદ પડવાને કારણે સુરેન્દ્રનગરની સોસાયટીઓમાં સામાન્ય વરસાદ પડવાને કારણે અત્યારથી જ પાણી ભરવાની સમસ્યાઓ શરુ થઇ ગઈ છે. જેને લઈને હવે સ્થાનિકો અને ખાસ તો મહિલાઓ મેદાને વિરોધમાં ઉતરી છે. પાલિકા પ્રમુખ ન મળતા […]

Image

Gujarat Rain : અમરેલીમાં મેઘરાજાએ ફરીથી ધબધબાટી બોલાવી, લીલીયાની બજારોમાં પાણી ભરાયા

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની (Monsoon) શરુઆત થતા જ અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં સતત વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના વિવધ વિસ્તારોમાં આજે ફરી વરસાદે ધબધબાટી બોલાવી છે. ભારે બફારા બાદ વરસાદી ઝાંપટુ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. […]

Image

Surendrnagar: સવા ઈંચ વરસાદમાં જ 100 થી વધુ સ્થળોએ પુરવઠો ખોરવાયો, વીજ વિભાગની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી

Surendrnagar: હાલ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) બેસી ગયું છે ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પણ ગઈ કાલે સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરમાં વરસાદ વરસતા 100 થી વધુ સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને પગલે સુરેન્દ્રનગર વીજ વિભાગની ઓફિસમાં રજૂઆતો માટે લાંબી કતારો […]

Image

Gujarat Weather: ગુજરાતમાં નિષ્ક્રિય બન્યું ચોમાસું, જાણો ક્યાં સુધી વરસાદ પર રહેશે બ્રેક

Gujarat Weather: ગઈ કાલે ગુજરાતમાં (Gujarat) સત્તાવાર રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયું છે. આ વર્ષો ચોમાસુ તેના નિયત સમય કરતા વહેલુ ચાલી રહ્યુ છે. આ વખતે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરી છે કે, ચોમાસું હાલ નિષ્ક્રિય થઈ ગયુ છે જેથી હાલ વરસાદની (Rain) શક્યતા […]

Image

Amreli : ગ્રામ્ય વિસ્તારોમા પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં તરબતર થયા

Amreli : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) પ્રમાણે આજે અમરેલી (Amreli) જિલ્લામાં ફરી વરસાદે ધબધબાટી બોલાવી હતી. આજે અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો આકરી ગરમી વચ્ચે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વરસાદના પગલે જગતના તાતમાં ખુશી જોવા મળી રહી છે. અમરેલીના (Amreli) સાવરકુંડલામાં ધોધમાર વરસાદ સાવરકુંડલાના વિજપડીમાં પવન […]

Image

Gujarat Weather: આજે ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ પડેશે નહીં ?

Gujarat Weather : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે ગઈ કાલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. આકરી ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી થોડી રાહત મળી હતી.ત્યારે હજુ પણ રાજ્યમાં ડીપ ડિપ્રેશનની અસરના કારણે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આજથી 12 […]

Image

Gujarat Weather : ચોમાસું આવી રહ્યું છે ! પ્રિ મોન્સુન એક્ટીવીટીના કારણે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Gujarat Weather : ગુજરાતના કેટલાક વિસ્તારોમા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામા આવી છે. જે મુજબ રાજ્યમા વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વી દ્વારા નૈરૂત્યનુ ચોમાસુ અને પ્રીમોન્સુન એક્ટીવિટીને લઈને આગાહી કરવામા આવી છે. ચોમાસાને લઈને પરેશ ગોસ્વીમી મોટી આગાહી […]

Image

Rain: કેરળમાં ચોમાસાનું વહેલું આગમન

ચોમાસાનો વરસાદ ગુરુવારે અપેક્ષિત કરતાં થોડા દિવસો અગાઉ ભારતના દક્ષિણના કેરળના દરિયાકાંઠે પહોંચ્યો હતો, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, બમ્પર પાકની સંભાવનાઓને વેગ આપ્યો છે જે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ખેતી અને આર્થિક વૃદ્ધિને વેગ આપી શકે છે. ઉનાળામાં વરસાદ સામાન્ય રીતે 1 જૂનની આસપાસ દરિયાકાંઠાના કેરળ રાજ્યમાં શરૂ થાય છે […]

Image

Amreli: કમોસમી વરસાદે તહેસ નહેસ કરી નાંખ્યું, ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા

Amreli:  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો (Gujarat Weather) જોવા મળી રહ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ( unseasonal rains) વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે. ત્યારે અમરેલીમા (Amreli) પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ધારી તાલુકાનું દુધાળા ગામમા વરસાદે કહેર મચાવ્યો હતો.ભારે પવન સાથે […]

Image

Gujarat Rain : બનાસકાંઠા, અમરેલી, જામનગરમાં વાતાવરણમાં પલટો, પવન સાથે ધોધમાર વરસાદ ખાબકયો

Gujarat Rain : રાજ્યમાં એક તરફ આકરી ગરમી પડી રહી છે. હજુ પણ લોકો મે મહિનાની આકરી ગરમીથી ત્રસ્ત છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ (Gujarat Rain) જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (prediction) મુજબ આજે પણ […]

Image

Amreli: વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, મિલમાં રાખેલો કરોડોનો કપાસ નષ્ટ

Amreli: ગુજરાતમાં અત્યારે ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal rain) વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (prediction) મુજબ રાજ્યમાં ગઈકાલે અમરેલીના (Amreli) બાબરામાં (Babara) પણ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ત્યારે કમોસમી […]

Image

રાજ્યમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ અને ભારે પવન, ગુજરાત સરકાર એક્શનમાં

હવામાન વિભાગની આગાહી હતી તેમ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ઠેર ઠેર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. મુખ્યમંત્રીના આ […]

Image

Weather Update : છેલ્લા 24 કલાકમાં આ વસ્તારોમાં વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Weather Update :  તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી હતી જેમાં ઉત્તર ગુજરા, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી હતી ત્યારે આગાહી પ્રમાણે ગઈ કાલે ડાંગ, સોરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે વલસાડના કપરાડા તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભરુચ જિલ્લામાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો. […]

Image

ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સક્રિય થતા કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. જેના કારણે 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે. […]

Image

તૈયાર રહેજો! ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદનું સંકટ, આ તારીખે તોફાની પવન સાથે વરસાદની આગાહી

Ambalal Patel weather forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામા આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કસમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના […]

Image

Weather Forecast: ગુજરાતમાં બે દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

Weather Forecast: આગામી 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.

Image

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું, ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના શિયાળું પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Image

વરસાદ હજુ ગયો નથી ! રાજ્યમાં આગામી 48 કલાક માટે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજકોટ,અમરેલી,પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Image

Video : ઠંડીનું જોર ખેતીના પાકો માટે સારું રહેશે, ડિસેમ્બરમાં માવઠાની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લનના કારણે દક્ષિણ પૂર્વ ભારતમાં વરસાદની આગાહી

Image

ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી

આજે ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે

Image

Video : કમૌસમી વરસાદ પર AAP પ્રદેશ પ્રમુખ Isudaan Gadhvi ની પ્રતિક્રિયા

વરસાદના કારણે જાનમાલની નુકસાનની ઘણી ઘટના સામે આવી છે

Image

Video : ખેતીપ્રધાન દેશમાં ખેડૂત કેવી રીતે જીવે છે? સાંભળો માવઠા પછી ખેડૂતની વેદના…

ખેતરમાં રાખેલો ઘાસચારો તથા શિયાળું પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન

Image

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો એક દિવસ પહેલા જ બંધ કરી દેવાયો

સુરક્ષાને ધ્યાને રાખીને આજે મેળો એક દિવસ પહેલા જ પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરાયો

Image

Video : રાજકોટ-અમદાવાદ હાઈવે પર શિમલા-મનાલી જેવા માહોલનો આનંદ લોકોએ લૂંટ્યો

રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર શિમલ-મનાલી જેવો માહોલ જોવા મળ્યો હતો. માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ જતાં લોકોએ પોતાના વાહન થોભાવી શિમલા-મનાલી ફર્યાનો ક્ષણિક આનંદ લૂંટી લીધો હતો. ફોટો સેલ્ફી સોશિયલ મીડિયામાં લોકોએ શેર કરી. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ […]

Image

અમદાવાદ સહિત રાજ્યભરમાં કમૌસમી વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ રાજ્યમાં કમૌસમી વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભાગોમાં વરસાદ પડ્યો છે. વાતાવરણમાં આવેલા એકાએક પલ્ટાથી વાતાવરણ ભલે ખુશનુમા થયું હોય પણ ખેડૂતોમાં ચિંતા વધી છે. આ વરસાદના કારણે […]

Image

ગુજરાત-મહારાષ્ટ્રના તટિય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?

ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ

Image

ભર શિયાળે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, જાણો ક્યારે અને ક્યાં પડશે વરસાદ?

રાજ્યના કેટલાક વિસ્તારોમાં 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા રહેલી છે.

Image

તામિલનાડુના 9 જિલ્લા, પુડુચેરીમાં આજે વરસાદની ચેતવણી; ચેન્નાઈની શાળાઓ બંધ

તમિલનાડુમાં ઉત્તરપૂર્વ ચોમાસું તીવ્ર બન્યું કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના કેટલાક જિલ્લાઓ અને પુડુચેરીના કરાઈકલ માટે વરસાદની ચેતવણીઓ જારી કરી હતી. બુધવારે તમિલનાડુના કુડ્ડાલોર, માયલાધુતુરાઈ, નાગાપટ્ટિનમ અને તિરુવરુર જિલ્લામાં અને પુડુચેરીના કરાઈકલમાં નારંગી ચેતવણી સંભળાવવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીના ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ અને તંજાવુર જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં […]

Image

રાતોરાત વરસાદથી દિલ્હીની હવાની ગુણવત્તા સુધરી, આજે વધુ વરસાદની શક્યતા

દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને નેશનલ કેપિટલ રિજન (NCR) ના અન્ય આસપાસના વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ હળવો વરસાદ પડ્યો હતો, જેણે ઝેરી હવાની ગુણવત્તામાંથી ખૂબ જ જરૂરી રાહત મેળવી હતી. દિલ્હી-એનસીઆર અને આસપાસના અન્ય વિસ્તારોમાં આજે દિવસ પછી વધુ વરસાદ થવાની સંભાવના છે. પ્રાદેશિક હવામાન વિભાગ (RMC), દિલ્હીએ જણાવ્યું હતું કે, “સવારે આંશિક વાદળછાયું આકાશ, […]

Image

IND vs PAK, ODI World Cup: મેચ દરમિયાન અમદાવાદનું વાતાવરણ કેવું રહેશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

હવામાન વિભાગે આજે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે. 15 અને 16 તારીખે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Image

ક્રિકેટપ્રેમીઓ અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, જાણો હવામાન વિભાગની નવી આગાહી

ક્રિકેટ રસિકો, અને ખૈલેયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી 14 અને 15 ઓક્ટોબરે વરસાદની આગાહી કરી છે.

Image

Asian Games 2023 : ભારતને ક્રિકેટમાં મળ્યો ગોલ્ડ, પુરી મેચ રમ્યા વગર કેવી રીતે ટીમ વિજેતા બની ?

એશિયન ગેમ્સ 2023માં ભારતે 100 મેડલ જીત્યા છે. જેમાં 25 ગોલ્ડ , 35 સિલ્વર,40 બ્રોન્ઝ નો સમાવેશ થાય છે.

Image

રાજ્યમાં ભારે વરસાદના અસરગ્રસ્ત એકમોને રાજ્ય સરકાર સહાય આપશે – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર […]

Image

Gujarat Rain Forecast: જાણો આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

Image

Ambalal Weather Forecast : નવરાત્રીમાં ખેલૈયાના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ, જાણો શું છે આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વાવાઝોડું આવે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે.

Image

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: આજે દિવસ દરમિયાન માત્ર કચ્છના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત ૩-૪ દિવસોના પ્રમાણમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ, […]

Image

Vadodara : મોટી દુર્ઘટના ટળી, ડભોઈમાં મકાન ધરાશયી, 9 લોકોનો આબાદ બચાવ

વહેલી સવારે 5:30 કલાકે એકાએક ધડાકા ભેર ધરાશયી થઈ જમીનદોસ્ત થયું હતું

Image

રાજ્યના 8 જિલ્લાઓના 12644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

રાજ્યભરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા બચાવ-રાહત પગલાંઓની સર્વગ્રાહી સમીક્ષા અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. સમગ્ર તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જ છે. આ સંદર્ભમાં પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને […]

Image

Anand : લોકો જીવ બચાવવા આખી રાત વૃક્ષ પર બેસી રહ્યા, NDRF આવી વ્હારે, જુઓ હચમચાવી દેનારો Video

આણંદના ગાજણા ગામમાં (Gajana village) ખેતીકામ માટે ગયેલા 14 લોકો વરસાદી પાણીમાં ફસાયા . જેમાંથી કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ ઉપર ચડી ગયા હતા

Image

રાજ્યના સાત જિલ્લાઓમાંથી અંદાજે ૧૧,૮૦૦થી વધુનું સલામત સ્થળાંતર તેમજ ૨૭૪ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. અધિક મુખ્ય સચિવએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો […]

Image

Junagadh : ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ, આટલા ગામો એલર્ટ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ બંધ કરવામા આવ્યા છે.

Image

ભરૂચ જિલ્લાના પાંચ તાલુકાના કુલ ૬૨૫૪ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

જિલ્લા વહીવટી તંત્ર – પોલીસ NDRF અને SDRF ની ટીમો મોડી રાત સુધી બચાવ કામગીરી કરી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને […]

Image

વડોદરા જિલ્લાના ૨૫ ગામોમાં રાઉન્ડ ધ ક્લોક રાહત અને બચાવની કામગીરી: સ્થળાંતરિત લોકો માટે કરાઇ ભોજન વ્યવસ્થા

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વિશાળ જથ્થાને કારણે નર્મદા નદીમાં આવેલા પૂરથી પ્રભાવિત વડોદરા જિલ્લાના ૨૫ ગામોમાં રાઉન્ડ ધ ક્લોક ચાલી રહેલ રાહત અને બચાવની કામગીરીને કારણે નાગરિકોની મુશ્કેલી આસાન થઇ છે. નર્મદા નદીમાં પાણી છોડવાના સંદેશા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારથી કરાયેલી આગોતરી તૈયારીઓને પગલે જિલ્લામાં ઝીરો કેઝ્યુઆલિટી મેનેજમેન્ટ થયું છે. તંત્ર […]

Image

CM Bhupendra Patel એ નર્મદાના નીરના કર્યા વધામણા, નર્મદા ડેમ લોકાર્પણને 5 વર્ષ પૂર્ણ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે.

Image

સિઝનમાં પહેલીવાર ખુલશે Sardar Sarovar Dam ના દરવાજા, કાંઠાનો વિસ્તાર એલર્ટ પર

પાણીની આવક વધતા બપોરે 12 વાગ્યે નર્મદા ડેમના 10 ગેટ ખોલવામા આવશે.

Trending Video