ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે. રાજય સરકારની સરદારકૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રાના પ્રયાસોને સફળતા મળી. 24% વિસ્તારને આવરી લેતો કચ્છ : ગુજરાતનો 54 ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોવા […]