bharuch rain

Image

Bharuch Rape Case : ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

Bharuch Rape Case : ગુજરાતમાં થોડા સમય પહેલા એક નિર્ભયા કાંડ સર્જાયો હતો. ભરૂચના ઝઘડિયા GIDCમાં એક 10 વર્ષની બાળકી સાથે અપહરણ, દુષ્કર્મ અને તે બાદ હત્યા કરવાનો પ્રયાસની ઘટના બની હતી. 16 ડિસેમ્બર 2024ના બનેલી આ ઘટનામાં આજે ચુકાદો આપવામાં આવ્યો છે. આરોપી વિજય પાસવાનને આજે ફાંસીની સજાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે […]

Image

Bharuch : ભરૂચમાં શાળાના આચાર્ય જ બન્યા હેવાન, 10માં ધોરણની વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ

Bharuch : ગુજરાતમાં દરરોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. થોડાક દિવસ પહેલા જ ભરૂચમાં અને દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. દુષ્કર્મ કરનાર ઓરોપીઓને કાયદાનો કે પોલીસનો કોઈ ડરનો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ દુષ્કર્મની ઘટનાઓથી બાળકીઓ હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહી છે. સરકાર મહિલા સુરક્ષાની વાત તો કરે છે, […]

Image

ઝઘડિયા દુષ્કર્મની ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યાં, કાંકરિયા કાર્નિવલના પ્રાંરભે જ CM સહિત ભાજપના નેતાઓનો વિરોધ

Ahmedabad:  ભરુચના (Bharuch) ઝઘડિયામાં દુષ્કર્મનો (Zaghadiya)ભોગ બનેલ 10 વર્ષીય બાળકીના મોતનો પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આ ઘટના મામલે રાજકારણ ગરમાયું છે વિપક્ષ આ મામલે સતત ભાજપ (BJP) સરકારને ઘેરી રહ્યું છે અને રાજ્યમાં વધતા જતા દુષ્કર્મના બનાવોને લઈને કેન્ડલ માર્ય સહિત વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આ ઘટનાના પડઘા અમદાવાદમાં (Ahmedabad) […]

Image

Amreli: આપ પાર્ટીએ ગૃહમંત્રી ફાંકા ફોજદારી બંધ કરોના બેનરો-પ્લેકાર્ડ સાથે કેન્ડલ માર્ચ યોજી

Amreli:  ભરુચના (Bharuch) ઝઘડિયામાં દુષ્કર્મનો (Zaghadiya) ભોગ બનેલ 10 વર્ષીય બાળકી તાજેતરમાં મોતને ભેટી છે. બાળકીના મોત બાદ એક પછી એક નેતાઓ આ મામલે નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ આ ઘટના મામલે કેન્ડલ માર્ચ યોજીને મૃતક બાળકીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને બાળકી માટે ન્યાય માંગી રહ્યા છે આ સાથે વિપક્ષના નેતાઓ દ્વારા […]

Image

‘ન્યાય ના આપી શકતા હોય તો રાજીનામુ આપી દયો, દાહોદની ઘટનામાં પણ આરોપીને… ‘ આદિવાસી નેતા સંદીપ વસાવાએ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને લીધા આડેહાથ

Bharuch Rape case: ભરુચના (Bharuch) ઝઘડિયામાં દુષ્કર્મનો (Zaghadiya) ભોગ બનેલ 10 વર્ષીય બાળકી તાજેતરમાં મોતને ભેટી છે. બાળકીના મોત બાદ એક પછી એક નેતાઓ આ મામલે નિવેદન સામે આવી રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ વિવિધ કાર્યક્રમો કરવામાં વ્યસ્ત છે આ ઘટના મામલે ભાજપના એક બે નેતાઓ સિવાય કોઈએ ખાસ પ્રતિક્રિયા નથી આપી. જ્યારે કોલકત્તામાં […]

Image

ગુજરાતમાં બાળકીઓ જ નહીં પરંતુ વૃદ્ધાઓ પણ નથી સુરક્ષિત! ભરુચમાં 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ

Bharuch rape case  :  ભરૂચ નિર્ભયાકાંડને (Bharuch Nirbhaya case) કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે હજુ ગઈ કાલે જ દુષ્કર્મનો (rape case) ભોગ બનેલ 10 વર્ષની માસૂમ બાળકીએ ઘટનાના 8 દિવસ બાદ દમ તોડ્યો છે. ત્યારે આ બાળકીના મૃ્ત્ય થયાને હજુ ગણતરીના કલાકો થયા હતા ત્યાં ભરૂચ જિલ્લામાં વધુ એક શરમજનક ઘટના સામે […]

Image

ઝઘડિયાની દુષ્કર્મ પીડિત બાળકીના મૃત્યુ મામલે ચૈતર વસાવા સરકાર પર વરસ્યાં, કહ્યું- સરકાર મૌન રહેતા દુષ્કર્મીઓને હિંમત મળે છે

Bharuch Rape case: ભરુચના (Bharuch) ઝઘડિયામાં દુષ્કર્મનો (Zaghadiya)  ભોગ બનેલ 10 વર્ષીય બાળકીનું 7 દિવસની સારવાર બાદ ગઈ કાલે સાંજે મૃત્યું થયું છે. બાળકીના મૃત્યુ બાદ મોડી રાત્રે પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકીના પાર્થિવદેહને તેના વતન ઝારખંડ મોકલવામાં આવ્યો છે.ત્યારે આ સમગ્ર મામલે હવે એક પછી એક નેતાઓના નિવેદન સામે આવી […]

Image

શું ગુજરાતની નિર્ભયા માટે મુખ્યમંત્રી ધરણા પર બેસશે ? ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને કર્યા તીખા સવાલ

Bharuch Rape case: ઝઘડિયા દુષ્કર્મ કેસની (Zhagdiya rape case) પીડિત બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સાત દિવસની સારવાર બાદ આખરે 8મા દિવસે દમ તોડ્યો છે. ગઈ કાલે સાંજના સમયે આ બાળકીનું મોત નિપજ્યું હતું. ત્યારે બાળકીના મૃત્યુ બાદ મોડી રાત્રે પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકીના પાર્થિવદેહને તેના […]

Image

Bharuch Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં આરોપીના વધુ રિમાન્ડ મંજુર, પીડિતાની હાલત ખુબ જ નાજુક, પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ

Bharuch Case : ગુજરાત હવે જાણે દુષ્કર્મનું હબ બની રહ્યું હોય તેવું લાગે છે. એક તરફ સરકારની મહિલા સુરક્ષાની વાતો અને બીજી તરફ બનતી દુષ્કર્મની ઘટનાઓ ક્યાંક નબળા કાયદા અને વ્યવસ્થાની પોલ ખોલે છે. ગુજરાતની દીકરીઓ ન્યાય ઝંખે છે અને ગૃહમંત્રી મોટી મોટી વાતો અને ઉદ્ઘાટનના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. કદાચ આપણે સૌને એ દિલ્લીનો ગંભીર […]

Image

Chaitar Vasava : ઝઘડિયાની દુષ્કર્મ પીડિતાને વડોદરા મળવા પહોંચ્યા ચૈતર વસાવા, બાળકીની માતા સાથે કરી વાતચીત, ભાજપ પર કર્યા પ્રહાર

Chaitar Vasava : ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બરે દુષ્કર્મની જઘન્ય ઘટના બની હતી. આ ઘટનામાં 10 વર્ષીય દીકરી સાથે બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલ પીડિત બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે. અત્યારસુધીમાં તે બાળકીની 2 સર્જરી કરવામાં આવી છે. વિજય પાસવાન નામના નરાધમે તેના પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાબાદ તેના […]

Image

Bharuch Rape Case : ભરૂચ જિલ્લા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય, કોઈ વકીલ આરોપીનો કેસ નહિ લડે

Bharuch Rape Case : ભરૂચ (Bharuch) જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ઝઘડિયામાં (jhagadia) 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Rape Case) આચરવામાં આવ્યું એટલું જ નહીં પરંતુ નરાધમ આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને બાળકી સાથે નરાધમે દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળીયો પણ નાખ્યો હતો. જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ […]

Image

Bharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ પીડિતાને મળવા પહોંચ્યા અમિત ચાવડા, 4 દિવસે બાળકીની ચીસો નેતાઓના કાન સુધી પહોંચી

Bharuch Rape Case : ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ હવે રોજબરોજની ઘટનાઓમાં પરિવર્તિત થઇ ગઈ છે. પહેલા ક્યારેક સામે આવતી ઘટનાઓ હવે દિવસની કેટલીયે દીકરીઓ કોઈ ગામડામાં તો કોઈ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. એક તરફ સરકારની મહિલા સુરક્ષાની વાતો અને બીજી તરફ બનતી દુષ્કર્મની ઘટનાઓ ક્યાંક નબળા કાયદા અને વ્યવસ્થાની પોલ ખોલે છે. ગુજરાતની દીકરીઓ […]

Image

Bhavnagar: તમિલનાડુના 29 યાત્રાળુઓ ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ, દેવદૂત બની પહોંચી NDRF

Bhavnagar: ગુજરાતમાં  વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો  છે. આ વરસાદને કારણે ગત રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભાવનગરના કોલીયાદ પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં29  મુસાફરો હતા જેમનો […]

Image

Chaitar Vasava : ભરૂચમાં વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, બનતી દરેક મદદ કરવા અમે તૈયાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

Bharuch Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે […]

Image

Vadodara: મુખ્યમંત્રીની મુલાકાત વખતે સબ સલામત અને ગુડ વર્ક બતાવતા તંત્રએ પહેલા જ આટલી કાળજી રાખી હોત તો લોકોના રોષનો સામનો ના કરવો પડ્યો હોત..!

CM Bhependra Patel in Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને (Heavy rain) કારણે હાહાકાર મચી ગયો છે. પૂરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનો સંઘર્ષ ચાલુ છે, ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ વડોદરાની (Vadodara) થઈ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ (Vishwamitri River) રૌદ્ર સ્વરૂપ દાખવતા નદીની આસપાસના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ સાથે શહેરના […]

Image

જામનગર પંથકમાં જળ પ્રલય ! અલગ અલગ જગ્યાએ ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

Jamnagar: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashra- kutchh) વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા , જામનગર (jamnagar), પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસરીયા છે. ત્યારે વરસાદે વિરામ લેતાં […]

Image

Chhotaudepur : કુદરતી આફતે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી!છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન

Chhotaudepur :આખા ગુજરાતમાં ભારે વરસાદના (heavy Rain) કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ આ આફતે તંત્રને પોલ ખોલી નાખી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ભુવા પડવા , પુલ તુટવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે.જેથી તંત્રની […]

Image

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારો થયા પાણી પાણી

Ahmedabad : હવામાન વિભાગની આગાહી ( Meteorological Department forecast) મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં (Ahmedabad) સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ […]

Image

Amreli Rain: અમરેલીના ખાંભા અને ધારી પંથકમાં ઘોઘમાર વરસાદ, ધારીનો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો, 40 ગામો એલર્ટ

Amreli Rain: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ (meteorological department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. અમરેલીના ખાંભા અને […]

Image

Jamangar rain : જામનગર જિલ્લાના કેટલા જળાશયો અને ડેમો થયા ઓવરફ્લો ?

Jamangar rain: હવામાન વિભાગની આગાહી( Meteorological Department forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra)  અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે જામનગર (Jamangar) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતા અહેવાલો […]

Trending Video