Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat ) ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (heavy rains) વરસી રહ્યો છે. હવામાન વિભાગના (Meteorological Department) આંડકા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો . મધ્ય ગુજરાતમાં માત્ર છુટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હવે્ મેઘરાજાએ મધ્ય ગુજરાતને ઘમરોળ્યું છે. ગઈ કાલે મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદજાર બેટીંગ જોવા મળી હતી. મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
गुजरात नडियाद और खेड़ा शहर में भारी बारिश के कारण जलभराव हुआ#gujrat #Nadiad #HeavyRain #rainyseason pic.twitter.com/Flb4QAf2B3
— NiwanTimes (@NiwanTimesInd) July 29, 2024
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદના આંકડા
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદના આંકડા સામે આવ્યા છે. તે મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ખેડાના વસો, દાહોદ અને સંતરામપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મહુધા અને ઝાલોદમાં ત્રણ- ત્રણ ઇંચ વરસાદ અને મોરવા હડફ, લુણાવાડા, કડાણા અને ફતેપુરા માં બે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અન્ય વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ નોંધાયો હતો.

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ
આજે વહેલી સવારે ફરી એક વાર મેઘરાજાએ મધ્ય ગુજરાતને ઘમરોળ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેમાં ખાસ કરીને લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડામાં વહેલી સવારે બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે અહીં ઠેર ઠેર પાણી ભરાયા છે.
આ પણ વાંચો : Olympic 2024 : શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો, શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા