Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ (Swati Maliwal ) મારપીટ કેસમાં અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) પીએ બિભવ કુમારને (Vibhav Kumar) મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે બિભવનો પ્રભાવ ઘણો મોટો છે અને તે પ્રભાવશાળી વ્યક્તિ છે. દિલ્હીના મુખ્યમંત્રીના નજીકના સાથી અને પીએ બિભવે હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે વિભવ કુમારની જામીન અરજી ફગાવી
બિભવ કુમારને ફટકો આપતાં દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસએ કહ્યું કે, જો બિભવ કુમારને જામીન મળે છે, તો તે પુરાવા સાથે ચેડા કરે અને સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતાને નકારી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું કે વિભવ કુમાર ભલે કેજરીવાલના અંગત સચિવ હોય પરંતુ તેમનો પ્રભાવ ઘણો મોટો છે. અને તે એક પ્રભાવશાળી વ્યક્તિ છે.
હાલમાં બિભવ કુમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં
હાલમાં બિભવ કુમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. બિભવ કુમાર પર 13 મેના રોજ અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. 18 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. 16 મેના રોજ કુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં અપરાધિક ધાકધમકી, હુમલો અથવા મહિલા પર ફોજદારી બળ સાથે વસ્ત્રો ઉતારવાના અને હત્યાના પ્રયાસ સાથે સંબંધિત કલમો સામેલ છે.
બિભવ કુમારે આરોપો ખોટા હોવાનો દાવો કરીને જામીન માંગ્યા હતા
બિભવ કુમારે આરોપો ખોટા હોવાનો દાવો કરીને જામીનની માંગણી કરી હતી અને તપાસ પૂરી થઈ ગઈ હોવાથી હવે તેમની કસ્ટડીની જરૂર નથી. ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ 16 મેના રોજ બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તે જ દિવસે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 24 મેના રોજ તેને ચાર દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ફરીથી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Akshay Kumar corona positive: અક્ષય કુમાર આવ્યા કોરોનાની ઝપેટમાં, અનંત-રાધિકાના લગ્નમાં ભાગ લઈ શકશે નહીં