Swarupji Thakor : વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આયોજનની બેઠકમાં આપી હાજરી, 5 કરોડના વિકાસકાર્યોની કરી ફાળવણી

December 13, 2024

Swarupji Thakor : વાવ વિધાનસભા બેઠક પર થોડા દિવસ પહેલા ચૂંટણીઓ યોજાઈ ગઈ. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હતા. આ ચૂંટણીના પરિણામ બાદ વાવના સમીકરણમાં ફેરફાર થયા. અને હવે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર આજે સુઈગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા. આજે સુઈગામ પ્રાંત કચેરી ખાતે આયોજન અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે આગામી લોકોના કાર્યોને કેવી રીતે પૂર્ણ કરી શકાય તેના વિષે વાત કરી હતી. આ સાથે જ તેમણે તાલુકામાં 5 કરોડના વિવિધ વિકાસકામોની ફાળવણી કરી હતી. અને આજથી જ તેમણે પોતાના ધારાસભ્ય તરીકેના કામોના શ્રીગણેશ કર્યા હતા.

Read More

Trending Video