Swarupji Thakor : આજે સ્વરૂપજી ઠાકોર લેશે ધારાસભ્ય પદના શપથ, જાણો ક્યાં અને કોણ લેવડાવશે શપથ ?

December 10, 2024

Swarupji Thakor : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પેટા ચૂંટણી યોજાઈ તેમાં ભારે રાજકીય રંગ જોવા મળ્યા હતા. બનાસકાંઠાની વાવ બેઠક પર ત્રિપાંખિયા જંગ બાદ પરિણામ પણ ચોંકાવનારું આવ્યું. અને જે બાદ વાવના રાજકીય પાસામાં ધરખમ ફેરફાર જોવા મળ્યો. 23 નવેમ્બરે જયારે વાવ બેઠક પર મતગણતરીની શરૂઆત થઇ ત્યારે કોંગ્રેસ આગળ ચાલતું હતું. પરંતુ જયારે પરિણામ આવ્યું ત્યારે ખુબ મોટા ઉલટફેર જોવા મળ્યા હતા. અને વાવ બેઠક પર કોંગ્રેસ જીતમાંથી હારમાં પહોંચી ગઈ હતી. આ સાથે જ ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઇ હતી. આ સાથે જ હવે સ્વરૂપજી ઠાકોર આજે 3 વાગ્યે શપથ ગ્રહણ કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં તેઓ શપથ ગ્રહણ કરશે. આ સાથે જ હવે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પર પોતાની કામગીરી શરુ કરશે.

Read More

Trending Video