Surendrnagar: ભુપેન્દ્ર પટેલની સરકારને રાજુ કરપડાએ શું આપી ચીમકી?

July 8, 2024

Surendrnagar: સુરેન્દ્રનગરના જસાપર ગામેથી (Jasapar village) મુળી સુધી ખેડૂતોની (Farmers) 3 પડતર માંગ સાથે આપ નેતાઓએ (AAP leaders)ખેડૂતોને સાથે રાખી કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા(travel) યોજી હતી. સરકાર સામેની આ કિસાન આશીર્વાદ યાત્રામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)પ્રદેશના નેતાઓ જોડાયા હતા.

ખેડૂતોની માંગણીઓને લઈ સરકાર સામે યાત્રા

ખેડૂતોને પાકના પૂરતા ભાવ સિંચાઈ માટે પાણી અને ખેડૂતોના દેવાઓ માફ થાય તેવી માંગ સાથે પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા, રાજુ કરપડા સહિતના આપ નેતાઓ યાત્રામાં જોડાયા હતા. આ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોને પણ યાત્રામાં જોડાયા હતા.જો સરકાર ખેડૂતોની માંગણી નહિ સ્વીકાર કરે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજુ કરપડાએ શું આપી ચીમકી?

રાજુ કરપડાએ કહ્યું કે, આલ રેલીનો મુખ્ય આશય હતો કે, ખેડૂતોના ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો છે. જેમ કે, ખેડૂતોને સિંચાઈનું ાણી ન મળવાથી તેઓ માત્ર એક જ સઝન પાકલઈ શકે છે. તેમાં પણ MSP કાયદો ન બનવાના કારણે પુરતા ભાવ મળતા નથી અને ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે. ત્યારે અમારી માંગ છે કે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. આ સાથે કૃષિ નીતિ અને કૃષિપંચની માંગણ લઈને નિકળ્યા છીએ. ભગવાનને પ્રાથના કરીશું કે,ખેડૂતોના દેવા માફ કરવામા આવે. કૃષિ નીતિ અને કૃષિ પંચની રચના કરવામા આવે. મોટા ભાગના ગામડાઓમાં હજુ સુધી સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી કરવામા આવી. જેના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે.

યુવરાજસિંહે શું કહ્યું ?

યુવરાજસિંહે કહ્યું કે, ખેડૂતોના મુદ્દા જેવા કે, MSP ખેડૂતોને મળવી જોઈએ તેમનું દેવું માફ થવું જોઈએ. તેમજ સુરેન્દ્રનગરના તમામ વિસ્તારોને પાણી મળવું જોઈએ જેથી ખેડૂતોને હાલાકીનો સામનો ન કરવો પડે. આ પદ યાત્રાનો હેતું ખેડૂતોને ન્યાય મળે એટલો જ છે.

ગોપાલિયાએ શું કહ્યું ?

ગોપાલિયાએ કહ્યું કે, ખેડૂતોના બહુ બધા મુદ્દા વર્ષોથી પેન્ડિંગ છે. ખેડૂતોનો પાણીનો પ્રશ્ન, વિજળીનો પ્રશ્ન ,ખાતરનો પ્રશ્ન, બિયારણનો પ્રશ્ન,બધી મજુરી કરીને ખેડૂત જે પાક પકવે તેના ભાવન પ્રશ્ન, આ બધી બાબતે વર્ષોથી સંઘર્ષ કરતા રાજુ કરપડા કિસાનો માટે આગળ આવ્યા છે. આમ આદમી પાર્ટી આગળ આવી છે. કિસાનોને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અહીંની જનતા સ્વયંભુ આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોડાયા છે. હું આશા રાખુ છે કે સત્તામાં બેઠેલા જે તાનાશાહો છે તેમની આંખ ખુલશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કામ કરશે.

આ પણ વાંચોવ : NEET UG Paper Leak Case: સુપ્રીમ કોર્ટે પણ માન્યુ કે NEET UG પેપર લીક થયું, શું હવે પરીક્ષા રદ થશે?

Read More