Surendrnagar : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ચોટીલા (Chotila) તાલુકામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા નંદી નાળાઓ છલકાયા છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા અને હબીયાસર (Habiyasar) ગામને જોડતો પુલ ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો લાઈવ વિડોયો પણ સામે આવ્યો છે જેમાં થોડીકજ સેકન્ડમાં આ પુલ ધરાશાઈ થતો જોવા મળી રહ્યો છે સદનસીબે આ પુલ પર અવર જવર પહેલાથી બંધ કરી દેવાતા મોટી દુર્ધટના ટળી છે.
ચોટીલા અને હબીયાસર ગામને જોડતો પુલ થયો ધરાશાયી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 24 કલાકમાં અને આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાંથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે નિચાણવાળા વિસ્તારોમાંથી લોકનું સ્થળાંતર પણ કરવામા આવી રહ્યુ છે. ત્યારે આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરમાં ચોટીલા અને હબીયાસર ગામને જોડતો પુલધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ચોટીલાથી હબીયાસર ગામ તરફ જવાનો પુલ ધડાકાભેર ટુટી પડ્યો હતો. જો કે, સદનશીબે લોકોને પુલ ધરાશય થાય તેમ લાગતા સાવચેતી રાખી વાહન વ્યવહાર તેમજ લોકોની અવર જવર બંધ કરતા મોટી દુર્ઘટના ટળી હતી. હબીયાસર પુલ ટુટતા હવે ઝુંપડા, નાનીયાણી સહિતના ગામો તરફનો વાહનવ્યવહાર અટકતા ઉપરવાસના ગામો સંપર્ક વિહોણા થયા છે. મહત્વનું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ભુવા પડવા , પુલ તુટવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે.જેથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : Chhotaudepur : કુદરતી આફતે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી!છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન