Surendrnagar: હાલ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) બેસી ગયું છે ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પણ ગઈ કાલે સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરમાં વરસાદ વરસતા 100 થી વધુ સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને પગલે સુરેન્દ્રનગર વીજ વિભાગની ઓફિસમાં રજૂઆતો માટે લાંબી કતારો લાગી હતી. જેમાં ભાજપના કોર્પોરેટરો અને આગેવાનો પણ વીજ વિભાગની કચેરીમાં રજુઆત કરવા દોડી આવ્યા હતા.
Surendrnagar માં 100 થી વધુ સ્થળોએ પુરવઠો ખોરવાયો
સુરેન્દ્રનગરમાં (Surendrnagar) ગઈ કાલે વરસાદે ધબધબાટી બોલાવી હતી. સુરેન્દ્રનગરમાં સવા ઈંચ વરસાદ વરસતા 100થી વધુ સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો ખોરવાતા જનજીવન પ્રભાવિત બન્યું છે.ભારે પવન સાથે વરસાદના પગલે અનેક સ્થળોએ TC ફાટયા હતા. તેમજ જીવતા વીજ વાઈયરો તૂટી પડ્યા હોવાની ઘટના સામે આવી છે. વરસાદ બાદ બફારો લાગી રહ્યો હતો ત્યારે 100 થી વધુ સ્થળોએ 12 કલાકથી લાઈટો ગુલ હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.

વીજ વિભાગની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
વીજ પુરવઠો ખોરવાતા સુરેન્દ્રનગર વીજ વિભાગની ઓફિસમાં રજૂઆતો માટે લાંબી કતારો લાગી હતી. વીજ પુરવઠો ખેરવાતા ભાજપના કોર્પોરેટરો અને આગેવાનો પણ વીજ વિભાગની કચેરીમાં રજુઆત કરવા દોડી આવ્યા હતા બીજી તરફ લોકો રજુઆત માટે આવતા અધિકારી ફોન રિસીવ ન કરતા હોવાની બૂમરાડ ઉઠી છે. ત્યારે આ ઘટનાથી વીજ વિભાગની પ્રી- મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે.