Surendrnagar: સામાન્ય વરસાદમાં જ 12 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો, ગ્રામજનોએ રજુઆત કરતા અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ

July 2, 2024

Surendrnagar:સુરેન્દ્રનગરમાં (Surendrnagar)સામાન્ય વરસાદમાં (Rain)જ 12 કલાક સુધી વીજ પુરવઠો (power supply) ખોરવાતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. ત્યારે 12 કલાક સુધી પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ગ્રામજનો વિજવિભાગની કચેરીએ (Office of Electricity Department)પહોંચ્યા હતા. અને આ મામલે જ્યારે રજુઆત કરી ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો જેના કારણે ગ્રામજનો વધારે રોષે ભરાયા છે.

Surendrnagar: વીજ વિભાગ

વીજ વિભાગની પ્રી-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ

હજુ તો ચોમાસાની શરુઆત છે ત્યારે વીજ વિભાગની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી રહી છે. સુરેનદ્રનગરના દુધરેજમાં સામાન્ય વરસાદે 12 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનો વીજ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે રજુઆતકરી હતી. ત્યારે અધિકારીઓ દ્વારા ગ્રામજનોને ઉડાવ જવાબ આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.વિજવિભાગના મહિલા અધિકારીના ઉડાવ જવાબ મામલે અધિકારની બદલીની માંગ પણ ઉઠી છે. આ સાથે અહીં વિજના ખુલ્લા જોખમી તાર પણ દૂર કરવા માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Gujarat Politics: રાહુલ ગાંધીના નિવેદનનો જામનગરમાં ભારે વિરોધ, હિન્દુ સેના દ્વારા રાહુલ ગાંધીના પુતડાની નનામી કાઢવામા આવી

Read More

Trending Video