Surendrnagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરેન્દ્રનગર (Surendrnagar) ખાતે 1574 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલા વિરોધ નોંધાવી રહેલા ખેડૂત આગેવાનો અને ખેડૂત નેતાઓને પોલીસે નજરકેદ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મુખ્યમંત્રીએ વિકાસ કામોનું કર્યું લોકાર્પણ
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર (Surendrnagar) ખાતે 1574 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું. જેમાં સુરેન્દ્રનગરમાં (Surendrnagar) સુજલામ સુફલામ યોજના અંતર્ગત 417 કરોડના ખર્ચે 45 ગામોમાં પાણી પહોંચાડવાની યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામા આવ્યું. ત્યારે આ આ યોજનાને લોલોપોપ સમાન ગણાવી ખેડૂતો અને ખેડૂત નેતાઓ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓને પોલીસે નજરકેદ કર્યા હતા.
વિરોધ કરી રહેલા નેતાઓને કરાયા નજરકેદ
વિરોધ કરી રહેલા મુળી તાલુકાના ખેડૂતોને નઝર કેદ કરવામાં આવ્યા હતા. નઝર કેદ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ યોજનાને હજુ સુધી નાણાકીય મજૂરી આપવામા આવી નથી. માત્ર વહીવટી મંજૂરી મળી છે. કોઈ ટેન્ડર પ્રકિયા પણ કરવામા આવી નથી. અને લોકસભાની ચૂંટણીમાં મત લેવા માટે સીધું તેનુ ખાતમૂર્હત કરવામા આવી રહ્યું છે. ત્યારે અમારો સવાલ હતો કે, જો નાણાકીય મંજૂરી આપવામા આવી છે તેના દસ્તાવેજ બતાવો. જો મંજૂરી મળી હોય તો અમને કોઈ વાંધો નથી. ત્યારે ખેડૂતોને નજર કેદ કરી ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે ખૂબ જ નિંદનીય છે. જેની આવતી કાલે મુખ્યમંત્રીના કાર્યક્રમનો ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ. ખેડૂતોની પાંખી હાજરી મુખ્યમંત્રી સમક્ષ જોવા મળશે.
રાજુ કરપડાએ કર્યા પ્રહાર
વિપક્ષ નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરમાં કરોડોના વિકાસ કાર્યોનુ ખાતમહુર્ત કરવા આવવાના છે ત્યારે સુરેન્દ્રનગરના, મુળી, ધાંગ્રઘા અને વઢવાણ તાલુકામાં શાસક પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી જાહેરાત કરવામા આવી હતી કે, 45 ગામમાં અમે સિંચાઈનું પાણી પહોંચીડીશું. જ્યારે ખરેખર તપાસ કરી ત્યારે ખબર પડી કે, હજુ કોઈને વર્ક ઓર્ડર આપવામા આવ્યો નથી. માત્ર સૈધાતિંક મંજૂરી મળી છે. હજુ સુધી ટેન્ડર પ્રક્રિયા પણ બાકી છે, નાણાકીય મંજૂરી પણ બાકી છે. ત્યારે ખેડૂતો સરકારને પૂછવા માંગે છે કે, ખરેખર કામ ક્યારે થાશે ? જેવી રીતે કલ્પસર યોજનાનું કામ આજથી 40 વર્ષ પહેલા ખાતમહુર્ત કરવામા આવ્યું હતુ તેમ છતા હજુ સુધી તેનું કામ લટકતુ છે. આવું તો નહીં થાય ને ? જ્યારે ખેડૂત મુખ્યમંત્રીને કોઈ સવાલ પૂછવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે.
વધુમાં તેમને કહ્યં કે, સુરેન્દ્રનગરમાં જે પણ ખેડૂત આગેવાનો છે તેમના ઘરની બહાર પોલીસ બેસાડવામા આવ્યા છે. તમામ ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામા આવ્યા છે. જેતી ભાજપ ખેડૂત આગેવાનો અને ખેડૂતની સ્વતંત્રના છીનવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટી ! કોંગ્રેસના દિગ્ગજ નેતા Arjun Modhwadia એ આપ્યું રાજીનામું