Surendrnagar : લોકસભાની ચૂંટણી (Loksabha Eelection) નજીક આવી રહી છે ત્યારે મતદારોને અવનવી રીતે રીઝવવાના પ્રયાસ ઉમેદવારો કરતા હોય છે. ત્યારે હવે ઉમેદવારો મતદાતાઓને રીઝવવા માટે હવે સોંગદ પણ ખાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના (Surendrnagar) ભાજપ (BJP) ઉમેદવાર ચંદુ શિહોરાએ (Chandu Shihora) વેલનાથ દાદાના સોગંદ ખાધા હતા. ચંદુ શિહોર દ્વારા વેલનાથ દાદાના સોંગદ ખાઈ અને ચૂંટાયા બાદ અગરિયાઓના પ્રશ્ન હલ કરવાની ખાત્રી અગરિયાઓને આપવામાં આવી છે.
ચંદુ શિહોરાએ વેલનાથ દાદાના સોગંદ ખાધા
સુરેન્દ્રનગરના કોપરણી ગામે અગરિયાઓની વચ્ચે યોજાયેલ સભામાં ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાએ વેલનાથ દાદાના સોગંદ ખાઈને અગરિયાઓના પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી છે. ચંદુ શિહોરાએ કહ્યુ કે, તમારા અગરના પ્રશ્ન માટે દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી સામે પલોઠી માંડી અને બેસી જવાનો છું, તમે મને જીતાડીને મોકલશો તો જરૂરથી અગરના પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરીશ.
અગરિયાઓને રીઝવવાનો ચંદુ શિહોરાનો પ્રયાસ
રણમાં કપરી પરિસ્થિતિ વચ્ચે જીવન ગુજારતા અગરિયાઓને રીઝવવાનો ઉમેદવાર ચંદુ શિહોરાએ પુરેપુરો પ્રયાસ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી અગરિયાઓ પોતાના પ્રશ્નોને લઈને રજુઆત પણ કરી ચુક્યા છે તેમ છતા તેનો કોઈ ઉકેલ આવતો નથી ત્યારે મતદાતાને ખુશ કરવા ચંદુ સિંહોરાએ એડી-ચોંટીનું જોર લગાવતા જોવા મળ્યા હતા . જો કે હવે મતદાતાઓ તેમના આ પ્રયાસ પર કેટલો વિશ્વાસ કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું, મનીષ દોશીએ કર્યો ખુલાસો