Surendrnagar : રાજ્યમાં ચોમાસું (Monsoon)બરાબરનું જામી રહ્યુ છે હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ ઠેર ઠેર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પ્રથમ વરસાદમાં જ પાલિકાની (Municipality)પ્રિ મોન્સુન કામગીરીની (Pre Monsoon Operations) પોલ ખુલી ગઈ છે. આપ નેતાઓએ મુખ્ય માર્ગો પર પડેલા ભુવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટીએ (AAP) અનોખો વિરોધ (protest) નોંધાવ્યો છે.
આપ નેતાઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનું બેસણું યોજ્યું
પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પડેલા ભુવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટીએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે ને રસ્તાઓ ધોવાયા છે. ત્યારે આપ નેતાઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનું બેસણું યોજયું હતું. અને આપ નેતાઓએ મુખ્ય માર્ગો પર પડેલા ભુવા અને ખાડાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઇ, પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ છતી થઈ હોવાનો આપ પાર્ટીએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : BJP : 24 રાજ્યોમાં ભાજપના પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ, જાણો કોને ક્યાં મળી જવાબદારી?