Surendranagar: અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં જ વાલીઓએ શિક્ષણ કાર્યના નામે થતા ભ્રષ્ટાચારની પોલ ખોલી

June 28, 2024

Surendranagar:ગુજરાતમાં (Gujarat) અત્યારે શાળા પ્રવેશોત્સવ (School Entrance Festival) ચાલી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે સુરેન્દ્રનગરના (Surendranagar) ચુડા (Chuda) તાલુકાના મોજીદડ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વાલીઓ હોબાળો મચાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવમાં વાલીઓ મચાવ્યો હોબાળો

પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા ધોરણ – 1 થી 8 ના બાળકોને લખતા અને વાંચતા ન આવડતું હોવા મામલે વાલીઓએ હોબાળો વિરોધ નોંધાવ્યો હતો.

Surendranagar school

શિક્ષણ કાર્યના નામે થતા ભ્રષ્ટાચારની પોલ ખોલી

શાળામાં પ્રાથમિક સુવિધા પાછળ ગ્રાન્ટ આપવામાં આવે છે પણ કામો ન થતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે. કાર્યક્રમ દરમિયાન જ વાલીઓએ શાળાના શિક્ષણ કાર્ય સામે સવાલ ઉઠાવ્યા હતા. અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં વાલીઓએ હોબાળો મચાવીને શિક્ષણ કાર્યના નામે થતા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી.

બાળકોને યોગ્ય શિક્ષણ આપવાની માંગ

હાલ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના તાયફા કરવામા આવી રહ્યા છે પરંતુ ગુજરાતની અનેક સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ જ નથી ત્યારે સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફા બંધ કરી બાળકોને યોગ્ય શિક્ષણ આપોની સુરેન્દ્રનગરમાંથી માંગ ઉઠી છે.

Surendranagar school
Surendranagar school

આચાર્યની બદલીની માંગ

ગામના જાગૃત નાગરિકે કહ્યુ હતુ કે, શાળામાં અભ્યાસ કરતા ધોરણ – 1 થી 8 ના બાળકોને લખતા અને વાંચતા આવડતું નથી. અને આચાર્યની ખુબ બેદરકારી છે. જેથી વહેલી તકે આ આચાર્યની બલી થાવી જોઈએ. નહીતર આ આચાર્યના કારણે અમારા છોકરાનું ભવિષ્ય બગડશે.

શાળાના આચાર્ય પર આક્ષેપ

વધુમાં SMC સભ્યએ શાળાના આચાર્ય પર આક્ષેપ લગાવતા કહ્યુ કે, શાળાના આચાર્ય કનુભાઈનું શાળામાં કામ નબળું છે. તેમને સોંપેલું એક પણ કામ તેઓ સંભાળી શકતા નથી. તેમનું એક કામ લગભગ બે વર્ષથી પાલિકાના માટે એક બાથરુમ બનાવવાની વ્યવસ્થા તેમને સોંપી હતી. તે ગ્રાન્ટના પૈસા ઉપાડી લીધા છે. તેમ તા હજુ સુધી તે કામ પૂર્ણતાના આરે નથી.

આ પણ વાંચો : Vadodara : અમે અહીંના ડોન છીએ, અમારું કોઈ કશું બગાડી નહીં લે, પોલીસ અમારા ખિસ્સામાં છે… લુખ્ખા તત્વોની પોલીસને ખુલ્લી ચેલેંન્જ

Read More