Surendranagar : ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા મોટા મોટા દાવાઓ કરવામા આવે છે કે, છેવાડાના વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના સહિતની યોજનાઓ દ્વારા પાણી પહોંડાવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તારના લોકો સુવિધાથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર વિવિધ પ્રયાસો કરી રહી હોવાનું કહેવામાં આવે છે પરંતુ રાજ્યમાં અનેક એવા વિસ્તારો જ્યાં પીવાનું પાણી પણ પહોંચ્યું નથી. ત્યારે સુરેનદ્રનગરમાં છેવાડાના અનુસુચિત વિસ્તારોમાં પાણીની સમસ્યા મુદ્દે અનેક વાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા એક નાગરિકે ભાજપના કાર્યક્રમમાં મુળુબેરાને (Mulu Bera) રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમની રજૂઆત સાંભળવાને બદલે તેમને ઢસડીને કાર્યક્રમની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
ભાજપના મંત્રી મુળુભાઈ બેરાના કાર્યક્રમમાં હોબાળો
મળતી માહિતી મુજબ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુ બેરા સુરેન્દ્રનગર ટાઉનહોલ ખાતે પ્રવચન આપી રહ્યા હતા તે દરમિયાન હોબાળો થયો હતો. જેમાં સ્થાનિક આગેવાન અમૃત મકવાણાએ ગામમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તેમજ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.તેમજ અનેક વખત રજૂઆત છતાં પણ રજુઆત સાંભળવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ત્યારે હોબાળો મચાવતા સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા હતા. આ સાથે વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો ITI અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો અને ચાલુ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ ચાલતી પકડતા ટાઉનહોલમાં જવાના તમામ દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક આગેવાન અમૃત મકવાણાનો આક્ષેપ
અમૃત મકવાણાએ જણાવ્યું કે, મુળુબેરાની ઉસ્થિતિમાં અહીં લોકાર્પણનો કાર્યક્રમ હતો, સુરેન્દ્રનગરના છોવાડાના અનુસુચિત જાતિના વિસ્તારોમાં ટીપુય પાણી આ લોકો પહોંચાડી શક્યા નથી અને લાખો અને કરોડોનું તે લોકો લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે તેમને વાસ્તાવિકતા બતાવવા માટે હુ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. અને મુળુભાઈ બેરાનું પ્રવચન ચાલતુ હતુ ત્યારે મેં વિનંતી સાથે કહ્યુ કે, શાંતિથી બે મીનીટ તમે મને સાંભળો ત્યારે અહી લાખોનું લોકાર્પણ થઈ રહ્યુ છે ત્યારે પાલિકા એક ટીપુ પણ પાણી પહોંચાડી શક્તિ અને તમામ રોડ રસ્તાઓ બિસમાર છે તમે રેલી કરો, ધરણા કરો , આવેદન આપો પરંતુ કોઈ સાંભળતું નથી. આ લોકોને કોઈ જ ફરક પડતો નથી. અધિકારીઓની હાજરીમાં લાખોના તાયફાઓ કરે છે પરંતું તે બધા બંધ કરી જે ગરીબ વિસ્તારો છે ત્યારં પાણી અને રોડ રસ્તાઓ બને તેની રજુઆત કરવા વિવેક પૂર્વક રજૂઆત કરી ત્યારે આ લોકોએ અમને ઢસડીને બહાર કાઢ્યા આ લોકોને અમે રજૂઆત કરીએ છીએ તે ગમતુ નથી ખોટા તાયફાઓ કરે તેમાં રસ છે.
આ પણ વાંચો : ફાંકા ફોજદારી કરનારા નેતાઓના રાજમાં ગુજરાતની મહિલાઓ અને દીકરીઓ અસુરક્ષિત: ઈસુદાન ગઢવી