Surendranagar: ગુજરાત સરકાર (Gujarat government) વિકાસના મોટા-મોટા બણગા ફૂંકતી હોય છે. સરકાર દ્વારા નવી યોજનાઓની જાહેરાત તો મોટા ઉપાડે કરી દેવામાં આવે છે. પણ તે યોજનાઓને પુરા કરવામાં વર્ષો નીકળી જતા હોય છે. સરકાર ઘણી બધી જગ્યાએ લોકોને પ્રાથમિક જરૂરિયાત પણ આપી શકી નથી.પણ વિકાસના નામે લોકોને હેરાન કરતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માંથી તંત્રની ઢીલી નીતિને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
થાનગઢ 7 વર્ષોથી બનતાં બ્રિજની કામગીરીથી પ્રજાને હેરાનગતિ
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકાર દ્વારા એક ઓવરબ્રિજ બનાવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું તેને 7 વર્ષ કરતા વધુનો સમય થઈ ગયો છે.પણ આટલા વર્ષો થવા છતાં આ બ્રિજનું કામ હજી સુધી પૂરું થયું નથી.તંત્રની ઢીલી નીતિને કારણે ત્યાંના સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે.આ બ્રિજ બનાવવા તંત્ર દ્વારા 8 કરોડનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. આજે સુરેન્દ્રનગરના જીલ્લા કલેકટર કે .સી સંપટ દ્વારા બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી. જીલ્લા કલેકટરે કોન્ટ્રાકટરને ઉધડો લીધો હતો.અને કોન્ટ્રાકટરને બ્રિજને લઈને ગુણવતાયુક્ત કામગીરી કરવામાં આવે, અને ઝડપી કામગીરી કરવામાં આવે તેવી સૂચના આપી હતી.
કલેક્ટરે ઓવરબ્રિજ ની કામગીરી લઈને શું કહ્યું?
જીલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે, થાનગઢની મહત્વની જરૂરિયાતનો આ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. 26 મી જાન્યુઆરીએ બ્રીજનું લોકાર્પણ થવાનું હતું, પણ હવે આ બ્રિજ ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર થશે. બ્રીજનું કામ ઝડપથી થાય તેની સૂચના આપેલ છે.
આ પણ વાંચો : Amreli: પરેશ ધાનાણીની તબિયત વધુ લથડી, કાર્યકર્તાઓ અને મેડિકલ ટીમના આગ્રહથી પીધું પાણી