Surendranagar Congress : ગઈ કાલે ન્યાય યાત્રા (Nyay yatra) દરમિયા સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાની સરકારી શાળાના બાળકોને વીર સાવરકરના (Veer Savarkar) ટીશર્ટ પહેરેલા જોઈને કોંગ્રેસ (Congress) ભડકી હતી.જે બાદ શાળાના બાળકોના મનમાં ગાંધીજી સરદાર પટેલ જેવા મહાન લડવૈયા ના સ્થાને ભાજપ સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવા માંગે છે તેવા આક્ષેપો કર્યા હતા અને બાળકોએ પહેરેલા ટી શર્ટ કઢાવ્યા હતા ત્યારે હવે વીર સાવરકરના ટીશર્ટ ઉતરાવું કૉંગ્રેસને મોંઘુ પડ્યું છે.આ મામલે કોંગ્રેસી નેતાઓ લાલજી દેસાઈ ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ સામે કરાયો ચોટીલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ટી-શર્ટ વિવાદમાં કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ નોંધાયો ગુનો
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર આવી પહોંચી હતી જ્યારે આ ન્યાયયાત્રા ચોટીલાથી ડોળિયા જવા નીકળી ત્યારે ચોટીલાથી સાત કિમી દૂર સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી-શર્ટ પહેરતાં કોંગ્રેસ ભડકી હતી. કોંગ્રેસી નેતાઓ દ્વારા ભાજપ જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન લડવૈયાઓને ભૂલી અને વીર સાવરકરની છાપ બાળકોના મગજમાં ઊભી કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ બાળકોના મનમાં દુષપ્રચાર કરવામાં આવતા હોવાનો તેમજ બાળકો અને પ્રશાસનનો ભાજપ ગેરઉપયોગ કરતા હોવાનો પણ કોંગ્રેસ આક્ષેપ કર્યો હતો. જે બાદ કોંગ્રેસના નેતાઓએ બાળકોના ટી-શર્ટ પણ કઢાવ્યા હતા. ગઈ કાલે આ મુદ્દો દિવસભર ચર્ચામાં રહ્યો છે. ત્યારે હવે ન્યાય યાત્રા દરમિયાન શાળાના બાળકોએ વીર સાવરકરના ટીશર્ટ ઉતરાવું કૉંગ્રેસને મોંઘુ પડ્યું છે.
વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વિડીયોમાં નજરે પડતા નેતાઓની નથી.
સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં બાળકોના ટીશર્ટ લઇ લેવા તે અતિ નિંદનીય બાબત છે.
વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ… https://t.co/VTJwXzkEJ4
— Harsh Sanghavi (@sanghaviharsh) August 14, 2024
હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ
આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં ઋત્વિક મકવાણા, લાલજી દેસાઇ સહિતના નેતાઓના નામ સામેલ છે. વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યા હોવાનું જણાવી કોંગ્રેસી નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Independence Day 2024: મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ફાંસી થવી જોઈએ : PM Modi