Surendranagar: RTO ના નવા નિયમોથી સ્કૂલ વેન ચાલકો અજાણ, એકાએક દંડ ફટકારાતા રોષ

June 14, 2024

Surendranagar: રાજકોટ આગ દુર્ઘટના (Rajkot Fire Incident) બાદ રાજ્યમાં એકાએક તંત્ર જાગ્યું છે અને ગઈ કાલથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂ થતા RTO દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ શરુ કરવામા આવી છે. આ ટ્રાઈવ અંતર્ગત જે સ્કૂલ વાન ચાલકે નિયમોનું પાલન ન કર્યુ હોય તેને દંડ ફટકારવાા આવે છે. ત્યારે તંત્રની આ કામગીરી સામે સુરેન્દ્રનગરના સ્કૂલવાન ચાલકોમાં રોષ છે કેમકે,તંત્રએ એકા એક આ ડ્રાઈવ શરુ કરી છે પરંતુ સ્કૂલવાન ચાલકોને તો આ નિયમોની ખબર જ નથી. જેના કારણે સ્કુલ વાહન ચાલકોએ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે.

સુરેન્દ્રનગરમાં સ્કૂલ વેન ચાલકો હડતાલ ઉપર ઉતર્યા

ગઈ કાલથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂ થયું છે. ત્યારે શૈક્ષણિક કાર્યની શરુઆત થતા જ આરટીઓ અને પોલીસતંત્ર સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઈ કાલે રાજ્યના વિવધ શહેરોમાં સ્કૂલ વાહનો નિયમમાં ચાલે છે કે કેમ? તે મામલે તપાસ હાથ ધરવામા આવી હતી અને જે સ્કુલ વાનમાં નિયમોનું પાલન ન થયું હોય તેને દંડ પણ ફટકારવામા આવ્યો છે.ત્યારે સુરેનદ્રનગરમાં RTO દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ સામે સ્કૂલ વેન ચાલકોએ રોષ વ્યક્ત કર્યો છે અને સ્કૂલ વેન ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે.

સ્કૂલ વેન ચાલકો હડતાલ ઉપર ઉતરતા વાલીઓને હાલાકી

 નવા સત્રની શરૂઆત પ્રથમ દિવસે RTO દ્વારા થતી ચેકીંગ કામગીરીમાં સ્કૂલ વેન ચાલકોને હેરાન કરવામાં આવતા હોવાના મુદ્દે સ્કૂલ વેનચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે.સ્કૂલ વેન ચાલકો હડતાલ ઉપર ઉતરતા વાલીઓને જાતે બાળકોને સ્કૂલે મૂકવા જવું પડ્યું હતું. શહેરમાં  પ્રથમ દિવસે આરટીઓના ચેકિંગમાં અનેક સ્કૂલ વેનચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે.જેને લઇ આજથી સ્કૂલ વેન ચાલકોએ હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત 1500થી વધુ સ્કૂલ વેનચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. સ્કૂલ વેનચાલકો દ્વારા આરટીઓ અને તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Surendranagar: School van drivers

રિક્ષા એસોશિયેશની શું છે માંગ ?

મહત્વનું છે કે, રિક્ષા એસોશિયેશનના સભ્યોએ કહ્યુ કે , અમારી માંગ છે કે, સરકારના જે નિયમો છે તે નિયમો આપો અને તેનો સમયગાળો આપો. તો અમે તેના માટે તૈયાર જ છીએ પરંતુ સ્કુલ ખુલ્યાના પહેલા જ દિવસે તમે અમને મેમો આપો છો કે, તમારી પાસે ફાયરના સાધનો નથી. અમને નિયમની જાણકારી નથી. આમા ઘણા બાળકો અને વાલીઓ પણ હેરાન થાય છે. અમારે ધંધો કરવો છે તો અમે તમામ નિયમો પાળવા માટે તૈયાર છીએ પરંતુ તમે અમને નિયમો આપો અને તેના માટેનો થોડો સમય આપો. અત્યારે તાત્કાલિક 10, 10 હજારના મેમા આપ્યા છે ત્યારે અમારામાથી કોઈ તે ભરી શકે તેમ નથી. અમારી પાસે અત્યારે કોઈ વ્યવસ્થા નથી તો અમે સરકારેન કહીએ છીએ કે અમને આમા રાહત આપો.

સ્કૂલ વાન ચાલકો માટેના નવા નિયમો શું છે ?

તાજેતરમાં ગુજરાત સરકારે સ્કૂલ વાન, બસ અને રિક્ષા માટે નવા સુરક્ષા નિયમો લાગુ કર્યા છે.ત્યારે નવા શૈક્ષણિક સત્ર પૂર્વે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કર્યા છે આ નવા નિયમોમાં બેઠક ક્ષમતા મર્યાદા, ફરજિયાત અગ્નિશામકો, ફાયર એલાર્મ સિસ્ટમ અને ગતિ મર્યાદાનો સમાવેશ થાય છે. વાહન વ્યવહાર વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ નવા નિયમો અંગે શાળા સંચાલકો અને વાલીઓને જાણ કરવા સૂચના આપી હતી. ત્યારે સ્કૂલ વાહન ચાલકો હજુ સુધી આ નવા નિયમોથી અજાણ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :  Gujarat Congress: કાર્યકર્તાઓને શક્તિસિંહની સ્પષ્ટ સુચના, સંગઠન માટે કોઈની ભલામણ હું નહીં ચલાવું!

Read More

Trending Video