Surendranagar Rape Case : સુરેન્દ્રનગરમાં ફરી એક દુષ્કર્મની ઘટના, 8 વ્યક્તિએ અલગ અલગ જગ્યાએ સગીરાને લઇ જઈ આચર્યું દુષ્કર્મ

October 18, 2024

Surendranagar Rape Case : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે. નવરાત્રીમાં તો સતત એક બાદ એક દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના કેસ સામે આવ્યા હતા. સુરત હોય કે વડોદરા કે સુરેન્દ્રનગર કે પછી દાહોદ દુષ્કર્મ તપાસની બાંહેધરી આપવામાં આવે છે. પરંતુ કાયદો ક્યારેય કોઈ પણ દુષ્કર્મના આરોપીને સજા કરતો નથી. એક તરફ ગૃહ રાજ્યમંત્રી ગુજરાતમાં મહિલા સુરક્ષાના દવાઓ કરે છે. અને બીજી તરફ રોજ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. આજે સુરેન્દ્રનગરના થાનમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે.

સુરેન્દ્રનગરમાં સગીરા સાથે 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાં ફરી દુષ્કર્મની ઘટના સામે આવી છે અને તેના જ કારણે હવે ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઇ પોલીસ અને ગૃહ વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. સુરેન્દ્રનગરના થાનમાંથી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. થાનમાં રહેતી 17 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 7 થી 8 શખ્શોએ તેને અલગ અલગ સ્થળો પર લઇ જય અને દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે આજે થાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે મામલે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવી છે. અને આ પ્રકારની ઘટનાઓથી હવે દીકરીઓ ઘર બહાર જતા ડરે છે. ત્યારે હવે આ ઘટનામાં કોના નામ સામે આવે છે તે તાપસ બાદ જ જાણવા મળશે.

ગુજરાતની દીકરીઓ પોતાના જ ઘર અને ગામમાં સુરક્ષિત ના હોય તો રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પર ખુબ મોટો સવાલ ઉભો થાય છે. પોલીસ અને ગૃહ વિભાગ માત્ર કામ કરવાની વાતો કરે છે. આમ તો આપણા દેશનો કાયદો એટલો નબળો છે કે ક્યારેય કોઈ દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવી શકે તેમ નથી. પોલીસ અને ગૃહ વિભાગ મોટી મોટી વાતો કરવામાં વ્યસ્ત છે. પણ કોઈ નક્કર પગલાં લઇ આ દુષ્કર્મ કરનારમાં કાયદાનો ડર ઉભો કરી શકે તેમ છે નહિ. ત્યારે હવે ગુજરાતમાં આ ઘટનાઓ ક્યારે અટકશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોLawrence Bishnoi : સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં ચાર્જશીટમાં નવા ખુલાસા, 25 લાખમાં સોપારીનો કોન્ટ્રાક્ટ અને સગીર છોકરાઓ રાખતા નજર

Read More

Trending Video