Surendranagar Protest : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદ બાદ સતત લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ શહેરોને ગામડાઓ સાથે બ્રિજ હોય કે રસ્તાઓ દરેકનું મોટાપાયે ધોવાણ થયું છે. ત્યારે હવે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા તે સમજવું અઘરું છે. આવું જ કંઈક બન્યું છે સુરેન્દ્રનગરમાં, જ્યાં લોકો રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થવાને કારણે એક વરસાદમાં તો રસ્તાઓનું ધોવાણ થઇ જતું હોય છે. જેના કારણે આજે શહેરીજનોએ અનોખો વિરોધ (Surendranagar Protest) નોંધાવ્યો છે. અને સ્થાનિક સુરેન્દ્રનગરના સાંસદ પર પણ આક્ષેપો કર્યા છે.
સુરેન્દ્રનગરમાં નેતાઓ ક્યારે લેશે જનતાના પ્રશ્નોની દરકાર ?
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતું. જેના કારણે સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ત્યાં મોટાપાયે રસ્તાઓનું ઘોવાણ થઇ ગયું છે. શહેરનો ટાવરથી લઇ અજરામાં ચોક સુધીનો તેમજ મુખ્ય રિવરફ્રન્ટ ટીબી હોસ્પિટલનો રોડ અને વઢવાણ સુરેન્દ્રનગર રોડ વરસાદના પગલે ધોવાયો છે. સાથે જ મોટા મોટા ખાડાઓ પડી જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે શહેરીજનો તંત્ર અને નેતાઓના વલણથી ત્રસ્ત થઇ ગયા છે. જેના કારણે તેમણે મેદાને આવ્યા છે અને અનોખી રીતે વિરોધ (Surendranagar Protest) નોંધાવ્યો છે.
સુરેન્દ્રનગર શહેરમાં જ્યાં ખાડાઓ પડ્યા અને રોડ ધોવાયા ત્યાં ભાજપના ઊંધા ઝંડા લગાવામાં આવ્યા હતા. ધારાસભ્ય પોતાનો વાળ નથી વિખાવા દેતા અને જનતાની ખાડાઓના પગલે કમ્મર તૂટતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરની જનતા આવે કમ્મરતોડ રસ્તાથી પરેશાન છે. નગરપાલિકાના સત્તાધીશો પણ જનતા વચ્ચે ન આવતા આજે શહેરીજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વઢવાણ ધારાસભ્યને 60 હજાર મતથી જીત અપાવી વિધાનસભામાં મોકલ્યાએ માત્ર ફોટો સેશન કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.