Surendranagar : સુરેન્દ્રનગરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ, વધુ બિલની ફરિયાદ સાથે 200થી વધુ લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી

July 31, 2024

Surendranagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સમરત વીજ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વડોદરામાં પહેલી વખત સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા હતા. ત્યાંથી શરુ કરી અને ગુજરાતમાં જ્યાં જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા ત્યાં દરેક જગ્યાએ તેનો વિરોધ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું હતું કે સામાન્ય વીજ મીટર કરતા સ્માર્ટ વીજ મીટરમાં બિલ વધુ આવે છે. ત્યારે રાજ્યમાં વધુ એક વખત સુરેન્દ્રનગર (Surendranagar)માં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો છે.

સુરેન્દ્રનગર (Surendranagar)માં આજે સ્માર્ટ વીજ મીટરનો વિરોધ સામે આવ્યો હતો. સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે 200 થી વધુ લોકોએ સ્માર્ટમીટરનો વિરોધ કર્યો હતો. રતનપર સહિતના વિસ્તારોના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. PGVCL વિભાગના અધિકારી ધાકધમકીથી સ્માર્ટમીટર ફિટ કરતા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. જે ગ્રાહકને 2 હજાર લાઈટબિલ આવતું હતું, તેને સ્માર્ટમીટર લગાવ્યા બાદ 32 હજાર બિલ આવ્યું હતું. નાના વર્ગના લોકોને ત્યાં સ્માર્ટમીટર નાખવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટમીટર લગાવો પછી નાના વર્ગના લોકોના ઘરમાં લગાવજો તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોGujarat Co-Operative Banks : રાજ્યની સહકારી બેંકોના વ્યવહારો ઠપ્પ, ગ્રાહકો પોતાના જ નાણાં ઉપાડવા પડી રહી છે મુશ્કેલી

Read More

Trending Video