Surendranagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વરસવાનું શરુ કર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar)માં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. થોડો વરસાદ પડવાને કારણે સુરેન્દ્રનગરની સોસાયટીઓમાં સામાન્ય વરસાદ પડવાને કારણે અત્યારથી જ પાણી ભરવાની સમસ્યાઓ શરુ થઇ ગઈ છે. જેને લઈને હવે સ્થાનિકો અને ખાસ તો મહિલાઓ મેદાને વિરોધમાં ઉતરી છે. પાલિકા પ્રમુખ ન મળતા મહિલાઓએ રામધૂન બોલાવી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં સ્થાનિકોનો વિરોધ
સુરેન્દ્રનગરની શિવધારા સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પણ ઢીંચણસમા પાણી ભરવાના શરુ થઇ ગયા છે. ત્યારે સામાન્ય વરસાદમાં આટલા પાણી ભરાય જતા નગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો. સુરેન્દ્રનગરની શિવધારા સોસાયટીના રહીશોને સામાન્ય વરસાદમાં જ હાલાકી ભોગવવી પડી હતી. નગરપાલિકા રજૂઆત માટે પહોંચેલી મહિલાઓને ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ન મળતા ત્યાં જ તેમને રામધૂન બોલવાનું શરુ કર્યું હતું. સામાન્ય વરસાદમાં સોસાયટીમાં પાણી ભરાયા હોવાના કારણે એમ્બ્યુલન્સ પણ સોસાયટીઓમાં જઈ શકતી નથી. સોસાયટીમાં પાણી ભરાયા હોવાના કારણે બાળકો 3 દિવસથી શાળાએ જઈ શક્ય નથી. સ્થાનિક લોકોએ તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. 24 કલાકમાં સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ નહિ કરવામાં આવે તો, હાઇવે ચક્કજામની સ્થાનિક લોકોએ તંત્રને ચીમકી આપી હતી.
આ પણ વાંચો : Gandhinagar: TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવેલા જિગ્નેશ મેવાણીની અટકાયત, ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ