Surendranagar news : સામાન્ય વરસાદમાં જ સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય અન્ડરબ્રિજ ધોવાયો, વાહન ચાલકોને હાલાકી

July 31, 2024

Surendranagar news: વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જો કે રાજ્યમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં માત્ર સામાન્ય વરસાદ (normal rains) વરસી રહ્યો છે. રાજ્યમાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ સામાન્ય વરસાદમાં જ પાલિકાની (municipality) પ્રિ મોન્સુન કામગીરીની (pre-monsoon operations ) પોલ ખુલી પડી ગઈ છે.

સામાન્ય વરસાદે જ સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય અન્ડરબ્રિજ ધોવાયો

પ્રાપ્ત જાણકારી મુજબ સામાન્ય વરસાદે જ સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય અન્ડરબ્રિજ ધોવાયો છે. જેના કારણે અન્ડરબ્રિજ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. અન્ડરબ્રિજ બંધ કરવામાં આવતા વહાનચાલકો પરેશાન થયા છે. જો કે તાત્કાલિક અન્ડરબ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સમાન્ય વરસાદે જ શહેરના મુખ્ય માર્ગો પર કમ્મરતોડ ખાડાઓ બાર અન્ડરબ્રિજનું ધોવાણ થતા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની પરિમોન્સૂ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરીજનો પાલિકાની કામગીરીથી પરેશાન થઈ ગયા છે પરંતુ સત્તાધિશોને સામાન્યજનતાની કોઈ ચિંતા જ ન હોય તેવું લાગી રહ્યું છે…

આ પણ વાંચો :  GSSSB Exam : CBRT પદ્ધતિ બંધ કરવાની માંગ સાથે યુવરાજસિંહ અને ઉમેદવારો પહોંચ્યા ગૌણસેવા પસંદગી મંડળ ઓફિસે

Read More

Trending Video