Surendranagar: રાજ્યમાં રોડ અકસ્માતની (road accidents) ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો રહ્યો છે. અનેક લોકો રોડ અકસ્માતમાં જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ આજે સુરેન્દ્રનગરના (Surendranagar) સોમાસર નજીક એસ.ટી બસ પલટી (ST bus overturned) ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી
પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના સોમાસર નજીક રાજકોટથી સુરેન્દ્રનગર આવતી એસ.ટી બસ પલટી ખાઈ ગઈ હતી. જાણકારી મુજબ એસટીના ડ્રાઈવર એક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બસ બાજુમાં આવેલી ખાડમાં ખાબકી હતી. જેના કારણે બસમાં સવાર 25 થી વધુ મુસાફરોને પહોંચી ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિકો અહીં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટના અંગે જાણ થતા પોલીસ અને તંત્રની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામ લોકો મોટા ભાગે નોકરીયાત વર્ગ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : narmada: ચૈતર વસાવા શાંતિ ડહોળવા અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા આવા નાટક કરે છે : મનસુખ વસાવા