કુવરજી બાવળીયા લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ખસી ગયા,જાણો હવે ભાજપ કોને ઉતારી શકે છે મેદાનમાં

March 8, 2024

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પડઘમ વાઘી રહ્યા છે ગમે ત્યારે લોકસભાની ચૂંટણીના તારીખ જાહેર થઈ શકે છે ભાજપ દ્વારા ગુજરાતની 26 પૈકી 15 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 11 ઉમેદવારોના નામને લઈને અટકળો થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાના નામની ચર્ચા થતી હતી. આ વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પરથી કુવરજી બાવળીયાએ ચૂંટણી લડવાને લઈને મોટુ નિવેદન આપ્યું છે. મંત્રી કુંવરજી બાવળીયાએ લોકસભા લડવાની ના પાડી દીધી છે તેમને કહ્યું છે કે, સુરેન્દ્રનગર બેઠકને લઈ લોકો મુખે મારૂ નામ હતું,પણ હું આ લોકસભા લડવા માંગતો નથી,પાર્ટી મને કહેશે એમ કામ કરીશ.

કુંવરજી બાવળિયાએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગઢડાના રામપરા ગામમાં ખાત મુહૂર્ત પ્રસંગમાં લોકસભા લડવા અંગે મોટુ નિવેદવ આપ્યું હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, આ કામ મારા કોઈ શત્રુનું હોઈ શકે, હું લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પક્ષના હાઈ કમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહી લડવાની જાણ કરી દીધી છે.

કોણ છે કુવરજી બાવળીયા

સૌરાષ્ટ્રના કોળી સમાજમાં કુંવરજી બાવળિયા સારું પ્રભુત્વ ધરાવે છે. જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે અપરાજિત રહેનારા કુંવરજી બાવળિયા 2013માં રાજકોટ લોકસભા બેઠક પરથી જીતી ગયા હતા. જો કે કોંગ્રેસમાં સતત અવગણના થતાં 2018માં બાવળિયા ભાજપમાં જોડાયા હતા. હાલ કુંવરજી બાવળિયા જસદણ બેઠકના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી છે.

કોને મળી શકે છે તક ?

ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 11 ઉમેદવારોના નામને લઈને અટકળો થઈ રહી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ડૉ મહેન્દ્ર મુંજપરા, કુંવરજી બાવળિયા, શંકર વેગડ અને ધ્રાંગધ્રા-હળવદના વર્તમાન ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું નામ ચર્ચામાં હતું. ત્યારે હવે કુંવરજી બાવળીયાએ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દેતા સુરેન્દ્રનગર સીટ પર હાલના સાંસદ ડો મહેન્દ્ર મુંજપરાની ભાજપ પસંદગી કરી શકે તેવું કહેવાઈ રહ્યું છે.

 આ પણ વાંચો  :  international women’s day : PM MODI ની મહિલાઓને મોટી ભેટ, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો

Read More

Trending Video