Surendranagar : ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની ન્યાયયાત્રા ચાલી રહી છે. આ ન્યાયયાત્રા અત્યારે સુરેન્દ્રનગર પહોંચી છે. સુરેન્દ્રનગરમાં ન્યાયયાત્રા દરમિયાન કેટલાક ખેડૂતો જીગ્નેશ મેવાણીને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમને સુરેન્દ્રનગરમાં જમીન દબાણને લઈને વાત કરી હતી. આ જમીન છોડાવવાને લઈને હવે જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં તેમણે આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. અને સાથે જ તેમણે આ મામલે હવે આંદોલનની ચીમકી આપી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાથણીની જમીનો પર થયેલા કબજાઓ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે જીગ્નેશ મેવાણીએ વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાથણીઓની 30 હજાર વિઘા જમીનો પર માથાભારે ગુંડાઓનું દબાણ હોવાનું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર સમક્ષ સાથણીની જમીનના મૂળ માલિકોને લઈ જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સાથે જ 25 ઓગસ્ટે સાયલા ખાતે સાથણીની જમીનો પર થયેલા કબજા ખુદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખાલી કરાવશે. ગુજરાતમાં સાથણીની જમીનો પર દબાણો – કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યા છે. જે બાદ હવે કલેક્ટર કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલે આગામી સમયમાં કેટલું ઉગ્ર આંદોલન થાય છે અને આ સાથણીની જમીનો લોકોને પછી મળે છે કે નહિ.