Surendranagar : પુરૂષ પ્રધાનદેશમાં સ્ત્રી સશક્તિકરણ (Women Empowerment)ની ખાલી વાતો જ હોય તેવું લાગી રહ્યું છે. આપણા ગુજરાતમાં એક સ્ત્રી સરપંચ તરીકે કે પછી કોર્પોરેટર તરીકે ચુંટાઈને તો આવે છે. પરંતુ વહીવટ તો તેમના પતિદેવો જ કરે છે. સ્ત્રી સરપંચ કે કોર્પોરેટર પાસે ફક્ત એક જ સતા છે જે તેમના પતિદેવો કોઈ કામ નક્કી કરે છે તેમના પર મોહર મારવાનું. આવો એક કેસ સુરેન્દ્રનગર (Surendranagar)થી સામે આવ્યો છે. જેમાં પંચાયતમા આજે પણ સરપંચપતિ વહીવટ સાંભળે છે.
સુરેન્દ્રનગરના લખતરમાં લોકોએ એક મહિલાને પોતાના સરપંચ તરીકે નિયુક્ત કર્યા. પણ આપણા પુરુષ પ્રધાન દેશમાં તો સ્ત્રી વહિવટ કરે એ કોઈ પુરુષને નથી ગમતું. એટલે અહિયા લખતરમાં પણ એવું બન્યું. સરપંચ તો મહિલા બન્યા. પરંતુ વહિવટ બધો તેમના પતિ સંભાળે. સરપંચ પતિ વહિવટ તો સંભાળે પણ ભ્રષ્ટાચાર પણ એટલો જ કરે. ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા ભરવામાં ન આવતા ગ્રામજનો હવે રોષે ભરાયા છે. સરપંચ પતિ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો છે.
લખતરમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવતા હોવા મુદ્દે લખતર બંધનું એલાન કરવામાં આવ્યું છે. 15 ઓગસ્ટના રોજ લખતર બંધ રાખી મહારેલી યોજવાનું એલાન થઈ ગયું છે. લખતરના ગાંધી ચોકમાં 15 ઓગસ્ટે લખતર બંધના બોર્ડ મૂકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તમામ વેપારી અને બહેનો આ બંધના એલાનમાં સહકાર આપે.
ત્યારે સવાલ એ છે કે જો એક સ્ત્રી સરપંચ તરીકે ચુંટાઈને આવે છે તો તેમને કેમ વહીવટ કરવા દેવામાં આવતો નથી. શાસક પક્ષ આ બાબતે કેમ ચુપ છે ? આવું એક ગામમાં નહી. જ્યાં પણ સ્ત્રી સરપંચ કે કોર્પોરેટર છે ત્યાં ફક્ત નામની જ મહિલાઓ છે. વહીવટ તો ક્યાંય થતો જ નથી. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટકોર કરી હતી કે વહીવટ માત્ર જે સરપંચ છે તે જ કરે કોઈ સરપંચ પતિના કરે. પણ આ તો ગુજરાત છે. અહિના સરપંચથી લઈ સાંસદો મનમાં તો એવું જ વિચારે છે કે પ્રધાનમંત્રી કે તો પણ શું છે. કરશું તો અમે અમારા મનની જ. પછી ભલે ભષ્ટ્રચાર થતો હોય. તમે અમને ચુંટીને મોકલ્યા છે ચુંટણી સમયે તમારો દિવસ હતો. હવે અમારો સમય છે. જેમ અમને ઈચ્છા પડશે તેમ જ કરીશું.
આ પણ વાંચો : Junagadh માં ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ, જનતાએ લીધો નેતાઓનો ઉધડો