Surendranagar : રાજ્યમાં બુટલેગરો દિવસેને દિવસે બેફામ બનતા જઈ રહ્યાં છે. બુટલેગરો (Bootleggers)ને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ દારૂનું ખુલ્લેઆમ વેંચાણ કરી રહ્યા છે. પરંતુ અહીં નવાઈની વાત એ છે કે લોકોએ દારુનું વેચાણ બંધ કરવા માટે અનેક વાર રજૂઆત કરી આ વાતનું કંઈ જ નિરાકરણ આવ્યું નથી. સાથે જ જાણે પોલીસ અને સરકાર મુક પ્રેક્ષક બનીને લોકોને મરતા જોવામાં ખુશ દેખાય રહી હોય તેવું લાગે છે. આવું જ કંઇક બન્યું છે સુરેન્દ્રનગર (Surendranagar)માં. જ્યાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને પોલીસ તમાશો જુએ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના રૂપાવટી ગામે બુટલેગરના આંતકથી 10 થી વધુ પરિવારોને હિજરત કરવાની ફરજ પડી છે. સુરેન્દ્રનગરમાં દારૂબંધીના લિરા ઉડતા જોવા મળ્યા છે. કારણ કે પોલીસની દારૂબંધીની કામગીરી કાગળ પર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગામના સરપંચ સહિતના આગેવાનો જીલ્લા કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા હતા. આ મામલે તાત્કાલિક પગલાં ભરવા ગ્રામજનોએ માંગ કરી છે.
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસની કામગીરી પર લોકોએ આંગળી ચીંધી છે. દારૂના દૂષણથી એક વર્ષમાં ગામમાં 20 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. બુટલેગરોના ત્રાસથી ગ્રામજનોને હિજરત કરવાની નોબત આવી છે. પણ સવાલ એ છે કે છેલ્લા 10 વર્ષથી દારૂનું વેચાણ થાય છે એ લોકોને ખબર છે શું તો પોલીસ તંત્રને ખબર નહિ હોય…શું પોલીસ તંત્ર આંધળું છે…કેમ આંખ આડા કાન કરે છે કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવતી…પોલીસ કેમ પોતાના મડતિયાઓને સાચવવામાં ગ્રામજનોનું સાંભળતી નથી.
આ પણ વાંચો : Gujarat Rain : સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘાની મહેર, અમરેલીમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ