Surendrnagar :સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પંચાયતના બોર પાસે જતી વિજ લાઇન (Power line) જમીન પર ખુલ્લામાં મુકી કનેક્શન આપતા શાળા એ જતા બાળકો પર ગંભીર દુર્ઘટના (serious accident) સર્જાય તેવી શંકયતાઓ સેવાઈ રહી છે. આ મામલે સરપંચ દ્રારા વારંવાર PGVCL ને રજૂઆત છતા હજુ સુધી કોઇ નિરાકરણ થયું નથી.
ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી
પ્રાપ્ત જાણકાર મુજબ સાયલા તાલુકાના ચોરવિરા ગામે જયા રોડ પર વાયરો ખુલ્લા છે ત્યાથી જ શાળાના બાળકો પસાર થાય છે આ શાળામાં 650 બાળકો અભ્યાસ કરે છે. ચોમાસા દરમિયાન ખુલ્લા વાયરમાં શોક સર્કીટ થયું હતુ જો કે, શાળા બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે ગામ લોકોની માંગ કે રાજકોટ જેવી ઘટના ન ઘટે તે માટે PGVCL તંત્ર તાત્કાલિક વાયરો પોલ પર નાખી આપે અન્યથા ગામ લોકો ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચો : Parliament Session 2024: ‘લખી લો,અમે તેમને ગુજરાતમાં હરાવીશું’, રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો પડકાર