Surendranagar: દશાડા પાટડી હાઇવે પર ગોઝારો અકસ્માત, 4 લોકોને કાળ ભરખી ગયો

આન ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

September 20, 2023

સુરેન્દ્રનગરના (Surendranagar) દશાડા-પાટડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત ( accident) સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદના દેત્રોજ તરફ જતી કારને પાટડી દશાડા હાઇવે પર અકસ્મત નડ્યો હતો.  આ અકસ્માત રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.

દશાડા-પાટડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત

રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે અહીં રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા 

પોલીસે સ્થાનિકોની મદદથી કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામ મૃતકો મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકોના પરિવારજનોને આ અંગેની જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Read More

Trending Video