Surendranagar : રાજકોટ (Rajkot)માં થોડા દિવસ પહેલા કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટમાં TRP ગેમ ઝોન (TRP Game Zone Fire)માં સર્જાયેલ અગ્નિકાંડમાં 12 બાળકો સહીત 27 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ રાજ્યમાં તંત્ર અચાનક સફાળું જાગ્યું અને દરેક જગ્યાએ ફાયર NOCની તપાસ થવા લાગી. તંત્રના નીચે અચાનક રેલો આવતા હવે દરેક જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે જ હવે સમગ્ર ગુજરાતમાં સરકાર ચેકીંગ હાથ ધરી રહી છે. પરંતુ પોતાના વિભાગની કચેરીઓમાં જ ફાયર સેફ્ટિનો અભાવ છે તે જગ્યાઓ પર ચેકીંગ ક્યારે હાથ ધરવામાં આવશે ? હવે આ મામલે સુરેન્દ્રનગર (Surendranagar) તંત્ર સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગરમાં આજે ફાયર સેફ્ટિનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ એકસાથે મોટી સંખ્યામાં ફાયર સેફટી (Fire Safety)ના અભાવવાળા એકમોને નોટિસ પાઠવવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ફાયર સેફ્ટિનું ચેકીંગ હાથ ધરાયુ
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગર પાલિકા સફાળી જાગી છે. સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગે ફાયર સેફટી ન ધરાવતા એકમો પર કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં આવેલ થિયેટરો પેટ્રોલપંપ તેમજ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધાઓ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 285 એકમોએ આજે ફાયરસેફટી મુદ્દે નોટિસ આપવામાં આવી છે. ફાયર સેફટીના અભાવ મુદ્દે સુરેન્દ્રનગરમાં આવેલ ગેસ એજન્સીને સીલ પણ મારવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નોટિસ આપેલ એકમો ફાયર સેફટી ઉપલબ્ધ નહિ કરે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Parliament : સેંગોલને હટાવવાની માંગ પર રાજકારણ ગરમાયુ… SP-RJDના BJP સાંસદે કહ્યું- હવે તેમને કોઈ હટાવી નહીં શકે