પાણી બાબતે મંત્રીને રજુઆત કરી તો દલિત સમાજનાં આગેવાન સામે થઈ ફરિયાદ ! ‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાજુ કરપડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

October 21, 2024

Surendranagar: આપણો દેશ લોકશાહી છે અને લોકશાહીમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ ઘણી વખત ભાજપ પાર્ટી લોકશાહીની હત્યા કરી રહ્યુ હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હવે લાગી રહ્યું છે કે, પોતાની સમસ્યા મુદ્દે રજૂઆત કરવી પણ એક ગુનો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં (Surendranagar) પાણી માંગવા માટે દલિત સમાજનાં આગેવાન અમૃત મકવાણા પર FIR થઈ છે.

પાણી મુદ્દે દલિત સમાજનાં આગેવાન અમૃત મકવાણા પર થઈ FIR

મળતી માહિતી મુજબ  દલિત સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા અમૃત મકવાણા છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગરમાં પાણી અને રોડ રસ્તા મુદ્દે લડત ચલાવી રહ્યા છે ત્યારે  તાજેતરમાં સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો  જેમાં મંત્રી મુળુબેરા ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે આગેવાન અમૃત મકવાણા પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી તેમણે કહ્યુ કે, તેમને અનેક વખત  રજૂઆત કરી  પરંતુ કોઈ સાંભળતુ નથી ત્યારે તેમની રજૂઆત સાંભળવાને બદલે તેમને આ કાર્યક્રમમાંથી બહાર કાઢી નાખવામા આવ્યા હતા જે બાદ ગઈ કાલે મંત્રી મુળુબેરાએ આ મામલે આગેવાન અમૃત મકવાણા સામે સરકારી કાર્યક્રમમાં અવરોધ ઉભી કરવા મામલે ફરિયાદ દાખલ કરી છે. ત્યારે આ મામલે અમૃત મકવાણાના સમર્થનમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરના લોકો, તમામ સમાજના અને તમામ પાર્ટીઓના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા આ સાથે ‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાજુ કરપડા તેમના સમર્થનમાં પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને આ મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

SDM એ ભાજપની દલાલી કરી :  ગોપાલ ઈટાલિયા

આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલીયાએ અમૃતભાઈ મકવાણાના સમર્થનમાં લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, દલિત સમાજના આગેવાન અમૃત મકવાણા પોતે એક શિક્ષક છે અને પાણીના મુદ્દે તેમણે રજૂઆત કરી હતી અને પાણી માંગવા બદલ તેમના પર એફઆઇઆર કરવામાં આવી છે. પાણી માંગવું એ જનતાનો અધિકાર છે, પાણી આપવું એ ભાજપની ફરજ છે. અમે જોઈ રહ્યા છીએ કે SDMએ ભાજપની દલાલી કરી છે. અમે ભાજપની જેલથી કે ભાજપની ખોટી એફઆઈઆરથી ડરતા નથી. દલિત સમાજના લોકોએ વર્ષો સુધી શોષણ અને અન્યાય સહન કર્યો. દલિત સમાજના લોકોને ભૂતકાળમાં કુવામાંથી પાણી નતા લેવા દેવામાં આવતા. પરંતુ આજે લોકતંત્રના કારણે દલિત સમાજ આગળ આવ્યો અને ત્યારે આજે અમૃતભાઈએ પાણી માંગ્યું તો તેમને પાણી આપવાની જગ્યાએ જૂની માનસિકતા ધરાવનાર ભાજપના લોકોએ તેમના સાથે અન્યાય કર્યો. SDMએ તો ભાજપની દલાલી કરીને બે ફાઈલો પાસ કરી દીધી પરંતુ બી ડિવિઝનના પોલીસ અધિકારીઓએ કઈ રીતે એક પાણી માંગનાર વ્યક્તિ સામે એફઆઇઆર કરી? અત્યારે ખોટી FIR કરીને જે પણ લોકો પૈસા બનાવશે તે તમામ લોકોને અમારી સરકાર આવ્યા બાદ જેલમાં મોકલવામાં આવશે.

ભાજપ કે તેના ચાપલુસી કરનારા અધિકારીઓની તાકાત નથી કે તેઓ કોઈનો અવાજ દબાવી શકે: રાજુ કરપડા

ત્યારબાદ આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે અમૃત મકવાણા પર ફરિયાદ દાખલ કરવામાં આવી, ત્યારે લોકો વિચારતા હશે કે તેઓ એકલા છે પરંતુ આજે સુરેન્દ્રનગરની જનતાએ મોટી સંખ્યામાં અમૃતભાઈના સમર્થનમાં આવીને સાબિત કરી દીધું કે અમૃત મકવાણા એકલા નથી. આજે તમામ સમાજના આગેવાનો, તમામ પાર્ટીના આગેવાનો અને આમ આદમી પાર્ટીની સમગ્ર પ્રદેશની ટીમ અને હજારો લાખો કાર્યકર્તાઓ અમૃત  મકવાણાની સાથે છે. ભાજપ કે તેના ચાપલુસી કરનારા અધિકારીઓની તાકાત નથી કે તેઓ કોઈનો અવાજ દબાવી શકે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ગંભીર છે તે આપણે જાણીએ છીએ. આજે ભાજપના નેતાઓને સારા લગાડવા માટે કેટલાક લોકોએ અમૃતભાઈ પર ખોટી FIR કરી છે. પાણીના મુદ્દે સ્વચ્છતાના મુદ્દે અને રોડ વ્યવસ્થાના મુદ્દે આજે સુરેન્દ્રનગરની જનતા પીડાઈ રહી છે. જો પાણી માંગવા માટે ગુનો દાખલ થતો હોય તો આજે અહીંયા હાજર તમામ લોકો આ ગુનો કરવા માટે તૈયાર છે. આજે અમે ફરીથી માંગણી કરીએ છીએ કે પ્રાથમિક સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવો, પાણીની સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવો અને ઘરે ઘરે સુધી ગટરની વ્યવસ્થાઓ કરાવો અને ખોટી એફઆઇઆર કરવાની જગ્યાએ લોકોને સુવિધા આપો.

આ પણ વાંચો :  Vav Bye Election :વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ કોંગ્રેસની કારોબારી અને સેન્સ પ્રક્રિયા, ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને ઠાકરશી રબારીનું મોટુ નિવેદન

Read More

Trending Video