Surendranagar: કોરોના સમયે જે દવાઓની અછતના કારણે લોકો મોતને ભેટ્યા હતા તે દવાઓ સિવિલ હોસ્પિટલમાં આખો રૂમ ભરેલી મળી !

October 16, 2024

Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ફરી વિવાદમાં આવી છે. કોરોના (Corona) સમય દરમ્યાન જે દવાઓની (Medicines) અછત હતી તે દવાઓ સિવિલ હોસ્પિટલમાં આખો રૂમ ભરી મળી આવી છે.દવાઓ પડી રહી અને એક્સપાઇરી ડેટ થઈ ગઈ પરંતુ જરુરીયાતમંદને ઉપયોગમાં ન આવી.

સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં

કોરોના સમય દરમિયાન અનેક જગ્યાએ દવાઓ ખૂટી પડી હતી અને સમયસર દવા ન મળવાને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગૂમાવવા પડ્યા હતા. ત્યારે કોરોના સમયે દવાઓના અભાવના પગલે અનેક લોકો મોતને ભેટ્યા હતા તે જ દવાઓ રઝળતી હાલતમાં સિવિલ હોસ્પિટલના રૂમ માંથી મળી આવી છે. તપાસ કરતાશરદી ઉધરસ તાવ તેમજ કોરોના સમયે દર્દીઓને આપવાના ઇન્જેક્શન અને દવાઓના બાટલાનો રૂમ ભરી જથ્થો મળી આવ્યો છે. ત્યારે દર્દીઓ કોરોના સમયે દવાઓ લેવા પડાપડી કરતા રહ્યા ત્યારે અહીં કિંમતી દવાઓનો જથ્થો રૂમમાં પડ્યો રહ્યો હતો. દવાઓ પડી રહી અને એક્સપાઇરી ડેટ પણ થઈ ગઈ છે. ત્યારે હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. શા માટે અછત સમયે પણ આ દવાઓને ઉપયોગમાં ન લેવામા આવી ?

 સિવિલ હોસ્પિટલના ફાર્મશીશે કર્યો લુલો બચાવ

જ્યારે આ અંગે સિવિલ હોસ્પિટલના ફાર્મશીશને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને દવાઓના જથ્થા વિષે કોઈ રેકર્ડ મળતું ન હોવાનું રટણ કર્યું હતું.

આ પણ વાંચો :  વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે ચૂંટણી

Read More

Trending Video