Surendranagar : રાજ્યમાં કેટલાક સમયથી કૌભાંડમાં ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે. જેમાં સરકારી ભરતીના કૌભાંડમાં, સરકારી જમીન બારોબાર વેંચી નાખવાનું કૌભાંડ, કે રોડ-રસ્તાના કોન્ટ્રેક્ટના કામ આપવા બાબતે કૌભાંડ, જીએસટી કૌભાંડ, અને નકલી ટોલનાકું ઉભું કરી પૈસા કમાવાનું કૌભાંડ, આવા તો ભાજપના નેતાઓના નામે અનેક ભ્ર્ષ્ટાચારના રેકોર્ડ છે. ભાજપના નેતાઓ પોતાના મળતિયાઓને પણ ફાયદો અપાવવા માટે કૌભાંડ કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટયાર્ડમાં ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે. ત્યાં ભાજપના ચેરમેન અને ત્યાંના 2 ડિરેક્ટરો સામે ભ્ર્ષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. વઢવાણ માર્કેટયાર્ડના ચેરમેન રામજી ગોહિલ અને ડિરેક્ટર રાયમલ ચાવડા અને હરજીવન પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. નાયબ નિયામક કોમલ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા કહ્યું કે, તેઓએ રેકોર્ડ સાથે ચેડાં કરીને, સુધારા-વધારા કરીને ખોટો રેકોર્ડ ઉભો કર્યો અને રેકોર્ડમાં ચેડાં કરીને શાકભાજી વેચાણના થડા સગા સબંધીઓને ફાળવી દેવામાં આવ્યા છે.
સામાન્ય રીતે તો માર્કેટયાર્ડમાં ખેડૂતોને ફાયદો થવો જોઈએ, પણ ખેડૂતો કરતા માર્કેટયાર્ડના જે ચેરમેનો ભ્રષ્ટાચાર કરીને પોતાના ખિસ્સા વધારે ભરે છે. કૌભાંડ કરનાર નેતા અને સરકાર પણ ભાજપની ત્યારે જોવાનું રહ્યું કે, સરકાર આ બંને નેતાઓ સામે કડક કાર્યવાહી કરશે કે નહિ?