Surendranagar Congress : ગુજરાતમાં હાલ કોંગ્રેસની ન્યાયયાત્રા ચાલી રહી છે. 9 ઓગસ્ટ મોરબીથી નીકળેલી ન્યાયયાત્રા ગઈકાલે એટલે કે 13 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી. આજે 22 કી.મી. પદયાત્રા કરી ન્યાય યાત્રા ચોટીલા પહોંચશે. ત્યારે આજે જયારે સુરેન્દ્રનગરથી આ ન્યાયયાત્રા પસાર થઇ રહી હતી ત્યારે ત્યાંથી નાના બાળકો શાળાએ જઈ રહ્યા હતા. ત્યારે તે બાળકોએ કેસરી રંગની અને વીર સાવરકર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી ટીશર્ટ પહેરી હતી. જે બાદ આ મામલો ગરમાયો હતો.
સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ સાંગાણી પ્રાથમિક શાળાના બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી કેસરી રંગની ટીશર્ટ પહેરી હતી. જે બાદ ન્યાયયાત્રામાં ઉપસ્થિત લોકોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. અને તેમને કહ્યું કે અત્યારે જ આ ટીશર્ટ્સ કાઢવો. કોંગ્રેસ તમામ બાળકોની ટી-શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે સાવરકરની ટી-શર્ટ પહેરાવી હવે કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે’.
Chotila માં બાળકોને વીર સાવરકરની ટીશર્ટ પહેરાવી તિરંગા યાત્રા કાઢતા કોંગ્રેસના નેતાઓએ શાળાના પ્રિન્સિપાલનો લીધો ઉધ.. #chotila #gujarat #congress #viralvideos #bjpgujarat #veersavarkar #nirbhaynews pic.twitter.com/FCE70WVh11
— Nirbhaynews (@nirbhaynews1) August 14, 2024
આ સમગ્ર મામલાનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે શાળાના આચાર્ય અને શિક્ષકોને પણ ખખડાવ્યા હતા. અને તેમને આડે હાથ લેતા કહ્યું કે તમે ભૂલી ગયા કે ગાંધીજીના મોતમાં વીર સાવરકરનો હાથ હતો ? કોઈ તમને આવીને દાઉદના કે ગોડસેના ટીશર્ટ પહેરાવવાનું કહેશે તો શું તમે પહેરાવી દેશો. ભાજપ ગાંધી અને સરદારનું નામ ભૂંસવા માંગે છે. આ પહેલા પણ આ ગુજરાત ગાંધી અને સરદારનું હતું અને તેમનું જ રહેશે.
Rutvik Makawana : BJP પડદા પાછળથી વીર સાવરકરને હીરો બનાવી રહી છે #rutvikmakwana #TirangaYatra #VeerSavarkar #BJP #viralreels #nirbhaynews @Rutvik_Makwana_ pic.twitter.com/5tVcM17TPa
— Nirbhaynews (@nirbhaynews1) August 14, 2024
સુરેન્દ્રનગરના ચોટીલામાં 10 હજાર ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યા છે. બાળકોના મનમાં દુષ્પ્રચાર કરવામાં આવતા હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે. બાળકો અને પ્રશાસનનો ભાજપ ગેરઉપયોગ કરતા હોવાનો પણ કૉંગ્રેસએ આક્ષેપ કર્યો છે. જે બાદ હવે સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયુ છે.
આ પણ વાંચો : Arvind Kejriwal : SCએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી, રેગ્યુલર જામીન પર હવે 23 ઓગસ્ટે થશે સુનાવણી