Surendranagar:ગુજરાતમાં (Gujarat) અત્યારે શાળા પ્રવેશોત્સવ (School Entrance Festival) ચાલી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો દિવસ છે. આજે સુરેન્દ્રનગરના (Surendranagar) થાન (Than) તાલુકાના સરોડી ગામની (Sarodi village) પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી હતી.
CM ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના (Surendranagar) સરોળી ગામે શાળા પ્રવેશઉત્સવમાં આપી હાજરી
સુરેન્દ્રનગરના (Surendranagar) સરોળી ગામે શાળા પ્રવેશઉત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં બાલ વાટિકામાં 16 હજાર અને ધોરણ – 1 માં 15 હજાર બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ કાર્યક્રમમાંસ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મત શાળાનું લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રીના દ્વારા સરોળી ગામની નવી બનેલ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે શાળાએ પ્રવેશ મેળવેલ બાળકોને કિટનું પણ વિતરણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ બાળકોને પ્રોત્સાહન આપતા શું કહ્યું ?
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.તેમણે કહ્યું કે, 20-21 વર્ષે આજે પરિણામ મળ્યું છે. જે લોકો આગળ વધ્યા તેનું સન્માન કર્યુ હતું. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, શાળા પ્રવેશઉત્સવ દરમ્યાન બાળકો શાળાએ પ્રવેશ મેળવવાનો રેશિયો વધ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: આ પોલીસ સ્ટેશન છે કે પછી કમલમ? નેતાજીના બર્થ-ડેમાં પોલીસે ગાયું હેપી બર્થ ડે ટુ યુ ગીત